SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતી અને હંસનો વાર્તાલાપ. [ ૪૯ ] શ થાક લાગવાને છે? હે દેવતાઈ દર્શનવાળા ! તું તારા કાર્યમાં સફળ થજે. આ મારી ચેષ્ટા છે એમ હું માનીશ નહિ. તું મૃષાવાદી-જૂઠો નહીં પડે એની તું ખાતરી રાખજે, કારણ કે મારી વાણું અને મન બંનેની એક જ સ્થિતિ છે. કપાંતકાળે પણ મારું વાકય મિથ્યા થનાર નથી. દીર્ઘ સમય પર્યત તારી પ્રાર્થને શું કરવી? કારણ કે તું અતિ ચતુર છે. તેને વધારે શું શીખવાડવું? કારણ કે સમય ઓળખીને કહેવામાં તું પંડિતશિરોમણી છે, અને મારો મનોરથ તારા દ્વારા જ સિદ્ધ થાઓ. ભવાંતરમાં પણ હું આ કાર્ય કરવાને શક્તિમાન થઈશ એમ તું ચક્કસ માનજે. હું પૂર્વથી જ નળ રાજાને જાણું છું અને તેને માટે જ જીવન ધારણ કરી રહી છું તેમજ મારું સર્વસવ પણ તેને માટે જ છે, તેના સંબંધમાં વિશેષ પરિચય મેળવવા માટે જ મેં આટલે વાર્તાલાપ તારી સાથે કર્યો છે. હંસ! તને નમસ્કાર થાઓ, તું મારા મને રથની પૂર્તિ કર.” આ પ્રમાણે હર્ષિત બનેલી અને પ્રેરણા પામેલી દમયંતી પ્રત્યે હંસ બે કે - “હે કાદરી ! જે આ તારો નિર્ણય જ હોય તો તું સાંભળ. હે મધુરભાષિણી! નળ રાજાએ જ મને તારી તરફ મોકલે છે. હે ચપળ નેત્રવાળી ! તારા મૃત્યુ પામવાથી તેને વિસ્મરણજન્ય ભય એટલે મૃત્યુ પ્રાપ્ત થાય તેમ છે તેમજ તારા જીવવાથી તેને વિરહ-પીડા દભવે છે માટે તારો પ્રિય નળરાજા અત્યારે તો તારી ખાતર જ મરણ- જીવન • વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. જુદા-જુદા ભાટ-ચારણે અને વટેમાર્ગુઓના મુખથી સંભળાચેલ–વર્ણવાયેલ તારો જ વારંવાર વિચાર કરતા નળરાજાએ બીજી રાજરમણીઓના સમુદાયના સંગદ્વારા પ્રગટતાં સેંકડો સુખોને તિલાંજલિ આપી છે અર્થાત્ બીજી રાણીએ સાથેના ભેગ-વિલાસોથી તેને સુખ ઉપજતું નથી. તારા વિયેગમાં પૃથ્વીરૂપી ચક્ર તેમજ પિતાનું હસ્તકંકણ તેને પ્રિય થતું નથી, રાજમહેલ તેમજ ઉપવન પણ તેને આનંદદાયક થતાં નથી, દર્દભર્યા કરુણ વરે તે બોલે છે તેમજ વૈભવ-વિલાસમાં અને પિતાના જન્મ પ્રત્યે પણ તે નિસ્પૃહી બને છે અર્થાત તારા વિયેગમાં તેને જીવવાની પણ ઝંખના નથી. હે સુંદર જંઘાવાળી તારા વિરહને કારણે તેનું મન કર્તવ્યવિમૂઢ બન્યું છે, શરીરમાં દુર્બળતા પ્રાપ્ત થઈ છે, ચિત્ત ચલિત થયું છે અને બોલતાં બોલતાં ખલના થાય છે. આ બધું તારા વિરહથી થાય છે તે હે બુદ્ધિશાળી દમયંતી ! હસ્તિના દંતશૂળ જેવા Aવેત કાંતિવાળા, તેજસ્વી, શેષ, આનંદી, નિષ્કપટી, ઉદાર સ્વભાવવાળા તારા વૃત્તાંત * कुवलयं वलयं च विलुम्पति, स्वभवनं च वनं च विमुञ्चति । અi fહoi તમારે, વિમવેડરિ મેઘsતિ જતÚ: 0 [íધ ૨, નં ૨૪, ઋોકદ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy