SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ | સર્ગ દશમે. | DILITIET LTLTLTLTLTLY [દમનક મુનિને આશીર્વાદ : દમયંતીને જન્મ: દમયંતીનું વર્ણન] Googબહews છે. આ પ્રમાણે બલીને રાજાના વાંછિતની પૂર્તિ કરવા માટે ફરીથી દમનક મુનિવર ઉં ના બોલ્યા કે-“હે રાજેશ્વર ! તારી પટ્ટરાણી પ્રિયંગુમંજરી પણ હંમેશાં તારી રાજ્યઋદ્ધિની ભાગીદાર છે. આ ઉપરાંત વિચક્ષણ તમારી આ પત્ની અમને માનનીય છે. સ્મૃતિઓ પણ ફરમાવે છે કે-“ રાજાની માફક રાજપત્ની પ્રત્યે પણ વર્તવું જોઈએ.” હે ભાગ્યવતી ! તારા મસ્તક પર આ મંદાર નામના ક૯પવૃક્ષની માંજર ધારણ કર. તેથી તેને ત્રણ ભુવનના સત્કારપાત્ર પુત્રી થશે, કે જે કન્યા ખરેખર ત્રણ જગતને પવિત્ર કરનારી બનશે. આ ઉપરાંત, હે પુત્રી ! તને સદ્દગુણના ભાજન ત્રણ પુત્રો પણ થશે.” આ પ્રમાણે મુનિવચન સાંભળીને પ્રકુલ મુખવાળી રાણી અને રાજા બને ફરીથી બોલ્યા કે “હે પૂજ્ય ! અમારા કલ્યાણની ખાતર આપની પાસે ફરીથી માગણી કરીએ છીએ કે-ગર્ભ સંબંધી વૃત્તાંતમાં અમારું કઈ પણ જાતનું અનિષ્ટ ન થાય તે માટે આપ મહેરબાની કરો. આપનો માર્ગ મંગળકારી બનો અને આપનું ઇચ્છિત પૂર્ણ કરો અર્થાત્ આપ આપની સાધના સાધે.” આ પ્રમાણે બોલતા તે બંને દંપતીની રજા લઈને વિચક્ષણ ને સૂર્ય સદૃશ પ્રભાવાળા દમનક મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. બાદ હૃષ્ટપુષ્ટ શરીરવાળી અને વેલડીની માફક સ્નિગ્ધ કાંતિવાળી, ગૌડદેશની રાજ પુત્રી પ્રિયંગુમંજરીએ ગર્ભ ધારણ કર્યો. પછી ગંગા નદીના જળથી મિશ્રિત ક્ષીરસાગરના જળવડે સ્નાન કરવાનો સરળ પ્રિયંગુમંજરીને અંત:કરણમાં દેહલે ઉત્પન્ન થયો. અનુક્રમે ઉપનિષદો જેમ વિદ્યાને જન્મ આપે (વિદ્યા સમજાવે ) તેમ તેણીયે સમસ્ત ગુણેથી પરિપૂર્ણ તેમજ સર્વ પ્રકારનાં કલેશનો નાશ કરનારી પુત્રીને જન્મ આપે. તે સમયે તે પુત્રીના ભાલસ્થળમાં ઉદય પામેલા નૂતન સૂર્ય જેવું, સકલ દિશાઓને પ્રકાશિત કરતું સ્વાભાવિક તિલક જોવામાં આવ્યું અને લોકોએ આકાશમાં દિવ્ય વાણી સાંભળી કે-“આ કન્યા તેના ભર્તારને ત્રણ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરાવશે.” વળી અદ્દભુત સુગંધી મન્દી તેમજ શીતળ પવને વાવા લાગ્યા, આશ્ચર્યને ઉપજાવતી પુષ્પવૃષ્ટિ થવા લાગી, આકાશ મંડળમાં જોરથી ગંભીર દેવદુંદુભી વાગવા માંડી અને પૃથ્વીતળ સ્વર્ગ સમાન બની ગયું. પહેલા જ સંતાનના જન્મથી પ્રગટેલા આનંદને કારણે હર્ષિત બનેલા સજજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy