SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હસે કરેલ દમયંતીના સંદર્યનું વર્ણન. [ ૩૫] પુરુષોએ તે જન્મમહોત્સવને કેળાહળથી પરિપૂર્ણ બનાવે અર્થાત સંતપુરુષોએ હર્ષ દર્શાવતે અત્યંત કળાહળ કરી મૂક્યું. સુકુમાર હંસી જેમ એક કમળ પરથી બીજા કમળ પર જાય તેવી રીતે તે કન્યા ઘડીએ ઘડીએ એકના હાથમાંથી બીજાના હાથમાં ફરતી હતી. જન્મથી માંડીને જ સ્ત્રી સમુદાયના સમગ્ર ગર્વનું જાણે દમન કરતી હોય તેમ જણાવાથી કુટુંબીવ તે કન્યાનું દમયંતી એવું યથાર્થ નામ રાખ્યું. વળી તેના જન્મદિવસે દાવાનળથી પીડાયેલ કેઈ એક હાથી નગર મધ્યે આવ્યું એટલે તેના પિતાએ તેનું “દવદંતી” એવું અમરનામ રાખ્યું. તેણે વેદ, સિદ્ધાંત, પુરાણ, આગમ, સંહિતાઓ, તર્ક,-ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર તેમજ અલંકારશાસ્ત્રના સમૂહને અભ્યાસ કર્યો. તેમજ સંગીત, નૃત્ય, લેખનકળા, ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, શય્યાશાન, ફૂલગુંથન, તરવું, ચિત્રકળા, લેપકર્મ વિગેરે વિગેરે કળાઓ, તેમજ તિષવિદ્યા, રસોઈ–પાકશાસ્ત્ર, શકુન શાસ્ત્ર, ઘતક્રીડા, ગંધશાસ્ત્ર, વધારે કહેવાથી શું? એવી કેઈપણ કળા ન હતી કે જે તેણું જાણતી ન હોય અર્થાત તે સ્ત્રીઓની ચોસઠ કળામાં ચતુર હતી, આવી રીતે સમગ્ર કળાસમૂહમાં કુશળ, સમસ્ત જગતમાં અજોડ, વિધવિધ પ્રકારને વિલાસોથી તેમજ નવયોવનથી તે દમયંતી અત્યારે વાણીથી વર્ણવવાને પણ અશકય બની છે અર્થાત વાણી દ્વારા તેનું વર્ણન થઈ શકે તેમ નથી, તેથી (હંસ) માનું છું કે-કામદેવના સામ્રાજ્યની રાજધાનીરૂપ, સૌંદર્યથી પવિત્ર એવા તેના દેહને જોવા માટે ભગવાન બ્રહ્મા પિતે પણ અસમર્થ બન્યો હોય તેમ ધ્યાન ધરવાના બહાનાથી પિતાની આઠે આંખે બંધ કરી દેવાથી પોતે સુષ્ટિની ઉત્પત્તિ કરવા છતાં પણ તેણીના સરખી સુંદર કૃતિવાળી સુંદરી ફરીવાર બનાવવાને હજુ પણ શક્તિમાન બન્યા નથી. અર્થાત જગતમાં તેની જોડ મળવી મુશ્કેલ છે. હે રાજન્ ! કામદેવના હાથમાં રહેલ ભાલા સરખી, હાવભાવ દર્શાવતી અલોકિક વેલડી સમાન, યુવાન પુરુષના હૃદયને મદેન્મત્ત કરવામાં મદિરા સરખી, સર્વ સદભાગ્યના મંદિરરૂપ, વિશ્વને માનનીય, ત્રણ ભૂવનને વિષે વિજયધ્વજ સરખું તેણીનું ઉત્કૃષ્ટ રૂપ સર્વોત્તમ છે. હે સ્વામિન્ ! ઉદરપ્રદેશ પર દેખાતી ત્રણ રેખારૂપી કુંડાળામાં ઉછળતાં મોજાંવાળું, નિતમ્બ પ્રદેશ પર પિતાનું સામ્રાજ્ય જમાવતું–નિતમ્બ પ્રદેશને પુષ્ટ બનાવતું, સ્તનરૂપી કળશને વૃદ્ધિ પમાડતું, કપિલપ્રદેશ પર તરવરતું, બંને હાથને અતિકેમળ અંકુશરૂપ બનાવતું, કેશપાશને વિસ્તારતું, બંને નયનને પ્રકુલિત-ચપળ બનાવતું તેણીનું યૌવન ખીલી રહ્યું છે. વળી તે રાજકન્યાને સમાન ધર્મવાળી, સરખી સદાચારવાળી, સરખા વેષને ધારણ કરનારી, કુલીન, સરખી ઉમ્મરની તેમજ ચેષ્ટાવાળી સાતસો રાજપુત્રીઓ સહીયરભાવે ભજે છે. જગતની સમગ્ર સ્ત્રીઓનો જય કરવારૂપ અસાધારણ રાજ્ય પર અભિષેક કરાયેલી તે કન્યા જન્મથી જ * બ્રહ્માને ચાર મુખ હોવાથી આઠ અખો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy