SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ નવમે. [ભીમરાજાનું વૃત્તાંતઃ ચકેશ્વરી દેવીનું આરાધન: દેવીએ દીધેલ વરદાન : દમનક મુનિનું આગમન:] 《爸爸爸爸爸爸爸爸 * અલોકિક ચતુરાઈવાળી દક્ષિણ દિશાની શોભારૂપ તેમજ વિદર્ભ દેશના અખંડ ----~-~-~--કંડળ સમાન કંડનપુર નામનું નગર હતું. તે નગરમાં અનેક દુમને તેમજ વારાંગનાદ્વારા ગવાયેલ ઉજજવળ યશવાળો અને શત્રુ–સેનાને ભયંકર ભીમ નામને વૈભવશાલી રાજા હતો. તે છત્રીસ પ્રકારના શસ્ત્રોને સાગર, સીતેર લાખ સેનાને સ્વામી અને દક્ષિણ દેશને અધિષ્ઠાતા હોવાથી તેનું વર્ણન કરવાને કોણ શક્તિમાન થાય ? શંકરને જેમ પાર્વતી છે તેમ ત્રણ ભુવનમાં ખ્યાત કીર્તિવાળા તે રાજાને પ્રિયંગુમંજરી નામની પત્ની હતી. તે પ્રિયંગુમંજરી મનહર, રાજપ્રિય, સ્વમાનવાળી, દાનશીલ, મંગળકારી, પવિત્ર, નેપાળ, વિદુષી, ભેળી અને મૃગના સમાન નેત્રવાળી હતી. ચતુરાઈ, નિર્મળતા, સૌંદર્ય અને શિયલાદિ ગુણે યુક્ત તે તથા પ્રકારના ગુણ સમૂહવાળા ભીમરાજાની યોગ્ય પત્ની તરીકે શોભતી હતી. વિચક્ષણ પ્રિયંગુમંજરી સાથે વૈષયિક સુખ ભોગવતાં ભીમ રાજને કેટલેક સમય વ્યતીત થઈ ગયો. કેઈએક વખતે વસંતઋતુમાં તે તેણની સાથે નિર્મળ જળમાં રહેલ વેતસ (નેતર) જાતના વૃક્ષના વેચ્છાપૂર્વક ફરફરતા પવનવાળી વનભૂમિમાં વિચરવા લાગ્યો. ત્યાં આગળ વિવિધ હરણના જોડાંઓને જેતે હતું તેવામાં બચાવાળી કોઈએક વાંદરી તેની નજરે પડી. પિતાના બચ્ચાઓનું લાલન-પાલન કરવામાં અતિ નેહાળ વાંદરીની કીડાને કારણે તે બંને રાજા-રાણુનું ચિત્ત પિતાને સંતાન નહિ હોવાના કારણે વ્યાકુળ બન્યું. “ફળ નહીં આપનાર વૃક્ષની જેમ આપણને આ રાજ્યથી શું?” આ પ્રમાણે નિ:સંતાન તેઓના હૃદયમાં અત્યંત સંતાપ પ્રગટ્યો. બાદ સંતાનની પ્રાપ્તિ માટે તત્પર આતુરતાવાળા, ઈતિને કાબૂમાં રાખનારા અને પ્રતિદિન વ્રત-નિયમને ધારણ કરનાર તે બંનેએ જાતે જ લાંબા સમય સુધી શાસનદેવી ચકેશ્વરીની આરાધના કરી. ખરી પડેલાં પાંદડાં તેમજ ફળને આહારવાળા, ઘાસ-તૃણની શય્યાવાળા, ત્રણે કાળ પૂજા કરનારા, નિરંતર જપ તેમજ હેમ કરવામાં રક્ત એવા તે બંનેએ પખવાડીયા પછી શંખ, ચક્ર, ગદા તેમજ શા –ધનુષ્યને ચાર હાથમાં ધારણ કરનારી અને ...ગરુડના વાહનવાળી ચકેશ્વરીદેવીનું * ચકેશ્વરીદેવીનું વાહન વાઘણ છે, અહિં ગરુડ જણાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy