SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લા. સ છઠ્ઠો, પણ તે સમર્થ થતી નથી. સ્વપ્નમાં, ચિત્રમાં, દરેક દિશામાં, દિવસે તેમજ રાત્રિએ નળરાજાનું જ અંતઃકરણમાં ધ્યાન ધરતી, તેને જ નીહાળતી તેમજ અતિ દીન બનેલી દમયંતી તીરછી રીતે ચકળવકળ ફરતા નેત્રવાળા અને લાંબા નિસાસા મૂકતા મુખને ધારણ કરી રહી છે. વળી અતિ શીતળ વૃક્ષેાના વધુ નપ્રસંગે સખીઓથી વધુ વાતા નળ( નડી– કાઠા ) નામના ઘાસને ધ્રૂજતા કમળનાળના પ્રતિબિંબરૂપ માનીને ઉતાત્રળે-ઉતાવળે તે તેને ગ્રહણ કરે છે. આ ઉપરાંત પૃથ્વીપીઠ પર વિચરનારી, સૂર્યદેવની ઉપાસના કરનારી અપ્સરાઓદ્વારા પણ મેં સાંભળ્યું છે કે તેણીના નળ તરફ અતિ ઉત્કૃષ્ટ પ્રેમ છે. તે ભિક્ષાચરે વર્ણન કરેલી, કપાળમાં તિલકના ચિહ્નવાળી, વિદ રાજ-ભીમરાજની અતિ તેજસ્વી કન્યાને સાંભળીને ચતુર નળરાજ, સ્વ-શરીર-સમૃદ્ધિદ્વારા પાતે સુત્ર જેવી કાંતિવાળા ઢાવા છતાં ખીસતંતુ( કમળનાળના રેસા )ના ટુકડા સરખી કાંતિવાળા અન્યા છે એટલે કે કાંઈક હીન કાંતિવાળા બન્યા છે. ભાગ્યયેાગે પરસ્પર આકર્ષીએલ અને એક બીજાને સ્વીકારવામાં તે બંને ઢઢ ચિત્તવાળા છે, તેથી કથાઇ વણુ વાળા વજ્રની જેમ તે બંનેના અંત:કરણમાં રાગને વૃદ્ધિ પમાડી શકાય તેમ છે અર્થાત તે અને પરસ્પરને ચાહે છે એટલે તે બન્ને વચ્ચે સંબંધ જોડી આપવાનું મારું કાર્ય સફળ બનશે. હું સુદરી ! સમગ્ર પરિવારની રજા લઈને ક્ષણ માત્રમાં હું નળરાજા પ્રત્યે જાઉં છું. નળરાજાને બધા વ્યતિકર સમજાવ્યા બાદ દમયંતીને પણ તે નળરાજાના પ્રેમરૂપી સાગરના તરંગામાં ડૂબતી બનાવીશ અર્થાત તેને તેના પ્રત્યે દઢ અનુરાગવાળી બનાવીશ. વજાના લેપ સરખાં મારાં વચનેાદ્વારા નળ પ્રત્યે સ્નેહાળ બનેલી દમયંતીને શું કરાયા દેવ, દાનવ, મનુષ્ય, ભુવનપતિએ, સિદ્ધ પુરુષા, યક્ષ્ા તેમજ ગાંધોથી પણ છેતરી શકાશે ખરી ? અર્થાત્ તેને છેતરવાને માટે કાઇ પણુ સમર્થ નીવડશે નહિ.” આ પ્રમાણે પેાતાની પત્નીને કહીને હું સ-કુળને દીપાવનાર તે રાજ ુસ કરાડા હુંસા સાથે આકાશમાર્ગથી પૃથ્વીમંડળ પ્રત્યે ચાલ્યેા. * નળ તેમજ દમયંતીના પક્ષમાં રાગ–પ્રેમ અન વસ્ત્રના પક્ષમાં રાગ–રંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy