________________
કામદેવનું સ્વ૫ વિચારતે નળરાજા.
| [ ૨૧ ]
પાંચે ઈદ્રિને પરાધીન છે તેની તે કઈ ગતિ? શાંત ચિત્તવાળાને વ્યગ્ર બનાવતો, શીતને ઉષ્ણુ અને ઉષ્ણુને શીત બનાવે, જડતાને પમાડતે આ કામદેવ ખરેખર નવીન જ બ્રહ્મા-ભ્રષ્ટા જણાય છે. હે કામદેવ ! તું વિચાર કર. સજજન પુરુષ પ્રત્યે તારી આવી દુર્જનતા ઘટતી નથી. કો ડાહ્યો પુરુષ સાકર સાથે મીઠાનું મિશ્રણ કરે? અર્થાત સાકરમાં મીઠું નાખે ? જે કન્યા જોવામાં નથી આવી છતાં મારા અંગને બાળી રહી છે તો તેમાં ખરેખર પૂર્વજન્મનું કોઈ કારણ જ સંભવે છે.” આ પ્રમાણે વિચારતા ને કામ-પીડાથી પીડાતા નળે કમળાક્ષી તેની પરંપરા (એટલે કે કુળ, ગોત્ર, નામ વિગેરે ) જાણવાને માટે બીજી કોઈ પણ હકીકતને જાણવાને નહીં ચાહતા તેણે માત્ર તેણીના સંબંધની જ બીનાની તપાસ કરાવી. તપાસને અંતે નામથી અને અનુભવથી દમયંતી એવા નામથી પ્રસિદ્ધિ પામેલી ભીમરાજાની પુત્રી વૈદશી તરીકે તે કન્યાને જાણું. (બાદ વિચારવમળમાં અટવાતો નળ વિચારવા લાગ્યો કે-) “અરે રે! તે મુસાફરે તેના પાસે કયા પુરુષનું વર્ણન કર્યું હશે? અરે ! શું તે દમયંતી નામ માત્રથી પણ મને નહીં જાણતી હોય? હવે
રસ્તો લેવો? હવે શું કરવું? શું અમારા બંનેનો સમાગમ થશે નહિ ? તે વૈદભી મને પ્રાપ્ત થાય તેટલી જ મારા જીવનની મહત્ત્વાકાંક્ષા છે. જાણે મનમાં ગુંથાઈ ગઈ હોય, ચિત્રની અંદર આલેખાયેલી હોય, પ્રગટી નીકળી હોય, બંધાઈ ગઈ હોય, અંત:કરણમાં પ્રવેશી ગઈ હોય અને જકડાઈ ગઈ હોય તેમ કમળ જેવા નેત્રવાળી તે કન્યા ક્ષણભર પણ મારા મનમાંથી એક દોરા માત્ર દૂર થતી નથી. ” આ પ્રમાણે મનમાં વિવિધ પ્રકારના સંકલ્પ-વિક૯પ કરીને અત્યંત ધર્યશાળી નળ લાંબા વખત સુધી વિચારમાં તલ્લીન બની ગયો. એ સમયે કયા કયા મિત્રો તેમજ વૈદ્યોને તે નળરાજા સમુદ્રની માફક વિચારપાત્ર ન બને ? અર્થાત તે સર્વે ને તે વિચારણીય થઈ પડશે. કંડિનપુરના સ્વામી ભીમ રાજા પાસે તેની પુત્રી દમયંતીની માગણી કરીને યાચનારૂપી દીનતાને વશ થવા નળ ઈચ્છતે ન હતો કારણ કે સમરાંગણમાં દુમનેથી નિર્ભય હોવા છતાં પણ પિતાની પ્રાર્થનાના ભંગથી તે ડરતો હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org