________________
ભિક્ષાચરને નળભૂપાળે કરેલે સત્કાર અને નળરાજાની કામપીડા.
[ ૧૮ ]
તેની સાથે ગાઢ પરિચય હોય તેવા પ્રકારના નેહને કેમ પ્રગટાવી રહી છે? ખરેખર, આ જગતમાં મનુષ્યનો કર્મજન્ય સંબંધ ચિત્રવિચિત્ર છે. કર્મના ગૂઢ રહસ્યને કોણ જાણે શકે?” આ પ્રમાણે અંતરમાં વિચારતે નળરાજા તે ભિક્ષુક સાથે કથાઓ કરવાવડે સમયને વીતાવવા લાગ્યા. બાદ નિઃસ્પૃહી ભિક્ષાચરને પિતાના શરીર પરથી રત્નજડિત સુવર્ણના આભૂષણે આપીને, મધુરાલાપથી ઉત્તમ મિત્રની માફક સત્કાર કરીને તેને વિદાય કર્યો. તેટલામાં ત્યાં આવી પહોંચેલા પિતાના અસ્વારોના સમૂહથી વીંટળાયેલે, ભિક્ષાચરે કહેલી વાતને અંતરમાં ધારણ કરતે, વાંછિતની પૂર્તિથી ખુશ થયેલા તાપસીવડે સ્તુતિ કરાતે તે નળભૂપાળ પોતાના મનોહર મહેલે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org