SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કૌચક રાક્ષસ તેમજ નળ રાજાનું તુમુલ યુદ્ધ. [ ૧૩] બાણોના સમૂહને વર્ષાવતાં નળરાજાને પરસ્પર જગતને ભયંકર સંગ્રામ થયો. તે બંનેના અસ્ત્રોની વૃષ્ટિથી જગતભરમાં ગાઢ અંધકાર છવાઈ ગયો. પૃથ્વી પર રાજાના સામંત અને આકાશમાં દેવતાઓ દૂરથી જ તે બંનેને સંગ્રામ જેવા લાગ્યા. તે સમયે અચળ (નહીં ચલાયમાન થતી ) એવી ધરણ પર પૂજી ઊઠી અને પવન પણ સ્થિર થઈ ગયો. બાણથી અખિલ વિશ્વ છવાઈ ગયું અને દિશાઓ શિખરોથી છવાઈ ગઈ. કંઈક વખતે નળરાજા વિજયી બનતે તે કોઈક સમયે તે રાક્ષસ જીત મેળવતે. તે સમયે બાણુના અવાજથી આકાશમંડળ વ્યાપ્ત થઈ ગયું અને હુંકારવથી દિશાઓ ધ્રુજવા લાગી, વીર પુરુષ હર્ષિત થયા અને તાપસૌ ભયભીત થવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર ઘોર સંગ્રામ ચાલતું હતું તેવામાં કપટી તે રાક્ષસે ક્ષત્રિય સિવાયના વિપ્ર વિગેરે અવધ્ય છે એમ વિચારીને તીક્ષણ ધારવાળું, કાતીલ છરા જેવું, હજાર કિરણવાળું, દેવી માયાવાળું શસ્ત્ર નળરાજા પ્રત્યે ફેંકયું, એટલે નળે પણ પોતાના વાયવ્ય નામના અશ્વબળથી તેને છેદી નાખ્યું ત્યારે ભંભાના જેવા મુખવાળું તે દશે દિશામાં કડે ટૂકડા થઈ ગયું. પછી તે રાક્ષસે ચપળ નેત્રવાળી, કુણુ કાંતિવાળી અને વિશાળ જઘનપ્રદેશ તેમજ સ્તનવાળી સ્ત્રીઓને શસ્ત્રરૂપ બનાવી-માયાવી સ્ત્રીસમુદાય વિકુવ્યે ત્યારે નળરાજના સમેહ નામના અસ્ત્રથી તેજહીન આંખેવાળી, છેદાયેલા ગાત્રોવાળી અને વીખરાયેલા વાળવાળી તે સર્વ ઝીઓ મૂચ્છિત બનીને પૃથ્વી પર પડી ગઈ. આ પ્રમાણે જોઈને પહોળા વદનવાળા, વારંવારના હંકારવથી ભયંકર જણાતા તે રાક્ષસે મુખરૂપી અગ્નિમાંથી “ અન્યત્ર ” વિમુખ્યું એટલે દાનથી જેમ દારિઘ અને દંડ-શિક્ષાથી જેમ દુષ્ટ નીતિ શાંત થઈ જાય તેમ નળ આવતા એવા અન્યઅને “ મેઘાસ્ત્ર"થી શાંત કરી દીધું–શક્તિ રહિત બનાવ્યું. પછી દેવી અસ્ત્રોની માયાથી નળને જીતવાને પિતે શક્તિમાન નથી એમ જાણીને પ્રચંડ ગદાને ઉછાળતો તે રાક્ષસ તેની પ્રત્યે દેડ્યો ત્યારે દીર્ધ બાહુવાળો અને પરાક્રમી તેને ગોળ કુંડાળા ફેરવતા, કુડલાકારે પૂબ નમાવેલા ધનુષને ઉબાડીયાની માફક કંપાવતા નળે અર્ધ ચંદ્ર બાણે, ભાલાઓ તેમજ કાતર જેવા મુખવાળા “ક્ષરમ” બાણેથી તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો ત્યારે ક્ષણમાં નાને, ક્ષણમાં લાંબે, ઘડીકમાં આકાશમાં તે પલકમાં પૃથ્વી પર, ઘડીકમાં પિતાની સમક્ષ તો ક્ષણ માત્રમાં પોતાની પાછળ, ઘડીકમાં જમણી તરફ તે ઘડીકમાં ડાબી તરફ આવી રીતે લાંબા સમય સુધી ચિત્ર-વિચિત્ર ચેષ્ટાથી નળની નજરને છેતરતો તે દુષ્ટ રાક્ષસ વરાહનું રૂપ કરીને શીઘ્રતાથી નાસવા લાગ્યું, એટલે સર્ષની પાછળ જેમ ગરુડ દેડે તેમ તે શ્રેષ્ઠ અશ્વારોહી નળ તે માયાવી વરાહની પાછળ તેર જન સુધી દોડ્યો. તે સમય દરમિયાન તેના વેગવાન અવે પક્ષીની માફક ઓળંગાતી ખીણ, પર્વત, નદી કે વૃક્ષો વિગેરેની લેશ માત્ર પરવા કરી નહિ. તે વરાહને જોઈને પાછળ-પાછળ દોડતા નળરાજાને પિતાને ઘોડે, પલાણ, પિતાની જાત અને બાણે માત્ર રેખા રૂપે જણાતા હતા. પછી પાછું સૂર્ય દ્વારા વારંવાર સ્થિર રહીને જોવાતું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy