SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ | સર્ગ ત્રીજો [નળ તેમજ ક્રીંચકર્ણ રાક્ષસનું ભીષણ યુદ્ધ : નળે કરેલ રાક્ષસવધ:] و منافعحریف દષ્ટિનું આકર્ષણ કરવામાં બાંધેલી ભૂમિની સ્પર્ધા-હરિફાઈ કરતી રેતીવાળી તેમજ » સ્વેચ્છાપૂર્વક વહેતાં ઝરણાંઓના નાદવાળી નગરની નજીકની ભૂમિમાં નળરાજા આવી પહોંચ્યો. જતાં એવા તે નળરાજાની ઉપર નગરજનોએ મેઘ સરખા વર્ણવાળું, પોપટના પીંછાઓની કાંતિવાળું ગેળ છત્ર જોયું. બાદ ફળોથી શ્યામ અને સિનગ્ધ કાંતિવાળા જંબ વૃક્ષના સમૂહવાળાં, અત્યંત ગાઢ અંધકારમય અને પર્વતના નજીક ભાગમાં આવેલાં અરણ્યમાં નળ રાજા ગયા. ત્યાં પિતાની સમક્ષ. અત્યંત દુર્ગધીવાળા, વીખરાયેલા વાળવાળા, દાઢરૂપી કરવતથી એકને કચડતા અને બળતી અપ્રિની જેવા લેચનવાળા રાક્ષસને તેણે જોયો. તે રાક્ષસ પણ તેઓને જોઈને તિરસ્કારપૂર્વક ભયંકર અટ્ટહાસ્યવડે દિશાઓને ત્રાસ પમાડતે ઊંચે વરે આ પ્રમાણે છે: “અરે! અરે ! મનુષ્યરૂપી પશુઓ ત્યાં જ ઊભા રહો, ત્યાં જ ઊભા રહો ખરેખર તમારા કાળે જમૃત્યુએ જ તમને અહીં મારી આગળ મોકલ્યા જણાય છે. મને આજે તમારે સરસ આહાર મળ્યો જેથી સુધરજક(ભક્ષણ કરવા માટે લલચાવનાર) તમારા અતિ ચિનગ્ધ અને મધુર માંસથી હું મારી જઠરાગ્નિને બુઝાવીશ.” આ પ્રમાણે બોલતાં ઊભા થઈને પર્વતના શિખરને ફેંકવાની ઈચ્છાવાળા તે રાક્ષસ તરફ પવિત્ર કીતિવાળો અને શત્રુને પરાભવ કરનાર નળરાજ એકલે ગયો અને કહ્યું કે અરે! દુષ્ટ આચરણવાળા ! કદરૂપા દેખાવવાળા હે રાક્ષસ! બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાયને વધ કરે એ તારે કુળધર્મ છે. જે કે તારી આ દુર્ગધી અત્યંત અસહા છે તો પણ તારા મૃત્યુને ચાહનારાઓના સંતેષની ખાતર મહાપાપી એવા તારે હું વધ કરીશ. પહેલાં તો તું તારા શકિત પ્રમાણે મારા પર પ્રહાર કર. પછી જ તને, તું જેને તારો ભય માને છે તે હું, મારા શસ્ત્રોનો સ્વાદ ચખાડીશ. ” આ પ્રમાણે ધેય યુક્ત મનોહર હાસ્ય કરતાં નલ તરફ ક્રોધ પામેલા કચકણે પર્વતના શિખરને ફેંકયું, એટલે પ્રલય કાળના મેઘની જેવા અવાજવાળા ધનુષ્યને ટંકાર કરીને નળરાજાએ તે પડતા શિખરને તીક્ષણ બારણેથી અને રાક્ષસને વચનેથી ઘાયલ કર્યો. પછી શાલ તેમજ તાલ(તાડ) વૃક્ષોના સમૂહની વૃષ્ટિ કરતાં રાક્ષસ અને તીર, ભાલા, નારાચ તેમજ અર્ધચંદ્રાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy