SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નળરાજા પાસે તાપસનું આગમન. [ ૧૭ ] માટે તેમજ સ્વકાર્યની સિદ્ધિને માટે ચતુર પુરુષો શીવ્રતાથી તારે મેળાપ કરે છે. તે નળ! તારા દર્શને આવવામાં આ સિવાય અમારો બીજો કોઈ પણ ઉદ્દેશ નથી. હે પૃથ્વીમંડળના ઇંદ્ર! જેવી રીતે પૃથ્વી પર પૃથકુ-પૃથક પ્રવાહવાળી ગંગા અને યમૂનાનદીને પ્રયાગ તીર્થ સંગમ થાય છે તેવી રીતે લક્ષમી અને સરસ્વતીએ તારા એકમાં જ નિવાસ કર્યો છે. આ કારણથી દૂર દેશોમાંથી તમામ લોકે પિતાની મને ભિલાષા જણાવવાને માટે નિરંતર તારી પાસે આવ્યે જાય છે. અગણિત ધર્મકાર્યોના આચરણથી ચંદ્ર જેવી કાંતિવાળા યશને તું સારી રીતે છાપૂર્વક પ્રાપ્ત કર, અને તારા યશરૂપી મજાઓ દ્વારા ઉત્તમ કવિઓની જળક્રીડારૂપી લીલા ભલે દશે દિશામાં વિસ્તરે.” આ પ્રમાણે તાપસોના ઉત્તમ વચનોને સાંભળીને દુશ્મનને નષ્ટ કરનાર નળ રાજાએ તેઓની હકીકત સ્વીકારીને તરત જ મનેહર, યોગ્ય, તરંગ જેવા ચપળ અને ચતુર ઊંચા અશ્વ પર આરોહણ કર્યું. પછી તાપસોના વિચારને સમજતે, શસ્ત્રધારી, ઘોડેસ્વાર યુક્ત, પાપને તિરસ્કારનાર, શત્રુને સંહાર કરનાર, સુંદર વસ્ત્રોથી અલંકૃત, થોડાક પરિવારવાળા, કૌતુકી અને ઉદાર અંત:કરણવાળો નળ રાજા ચાલ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy