________________
[ ૧૦ ]
શ્રી દમયંતી ચરિત્રઃ સ્કંધ ૧ લે. સગે બીજે.
સુખને આપનાર કલ્યાણુસ્વરૂપ, દિશારૂપી વસ્ત્રવાળા, દુસહ ક્રિયાપૂર્વક આરાધવા લાયક, મહાદેવ, મહાન ઈશ્વર, વૃષભ( બળદ ) જેવા ખાંધવાળા અને વૃષભ(બળદ )ના લાંછનવાળા શ્રી આદિનાથ જિનેશ્વરની ભક્તિપૂર્વક સેવા કરતા હતા. તેઓ બંનેની ઉપાસનાથી પ્રમોદ પામેલા પુંડરીક ગણધરે તેઓને ચાર વેદ અને ઉત્તમ કલ્યાણકારી હિતશિક્ષાઓ આપી. તે બંનેના કુળપતિ શ્રી ઋષભદેવ પરમાત્મા હેવાથી તે બંને તપસ્વીઓ મહર્ષિઓની મધ્યે મુખ્ય-અગ્રેસર ગણાવા લાગ્યા. તે કચ્છ-મહાકછના વંશને વિષે નિષધ દેશમાં રહેનારા, ખરી પડેલા પાંદડાં તેમજ ફળને આહાર કરનારા અમે આર્ય તાપસ ઉત્પન્ન થયા છીએ ભરત મહારાજાએ કરાવેલું, સમગ્ર પાપને હરનારું અને પવિત્ર એવું તમોપદૃ નામનું અમારું તીર્થ ગંગાનદીના કિનારા પર છે. ત્યાં મેઘ જેવી ગર્જના કરતા નલિની ગુમ જિનાલયમાં શ્રી ઋષભસ્વામીને મૂળનાયક તરીકે સ્થાપન કરેલ છે. શ્યામ જટાવાળા તે શ્રી ષજિનને પ્રણામ કર્યા પછી પ્રાણીઓને વિવિધ પ્રકારની નરકની વેદનાઓ પ્રાપ્ત થતી નથી. વળી જેઓના ક૯યાણુક દિવસોમાં કલ્યાણકારી ભક્તિવાળા ને બુદ્ધિમાન દેવે જાનુ(ઢીંચણ)પ્રમાણુ પુષ્પવૃષ્ટિ કરે છે. તે સ્થાનમાં નિરુપદ્રવપણે દીર્ધકાળ પર્યત અમે રહેતા હતા તેવામાં દુષ્ટ ભાગ્યયોગે પ્રેરાયેલ હોય તે કૌંચકર્ણ નામને રાક્ષસ ત્યાં આવ્યું. પાપી, કુવિદ્યાની સાધનાવાળા તેમજ રાક્ષસને વિષે અધમ તે વિદ્યાધરને તેને બાંધવેએ તાત્ય પર્વત પરથી હાંકી કાઢ્યો છે. મહાન માયાજાળવાળે, નિર્દયી, દુષ્ટાત્મા અને છેતરપીંડી કરવામાં ચતુર તે રાક્ષસ એક દિવસ પણ સુખશાંતિપૂર્વક અમને રહેવા દેતો નથી. અત્યારે અમારું તે વન નહીં જોવા લાયક, આનંદ રહિત, સુખશાન્તિ વિનાનું, સ્વાધ્યાયવિહેણું, નાનાદિ ક્રિયા વગરનું તેમજ ધ્યાનશૂન્ય બન્યું છે. જેમ અભવ્યને આપેલે પ્રતિબંધ-ઉપદેશ નિરર્થક બને છે તેમ યક્ષ તથા રાક્ષસને હાંકી કાઢનારા અમારા તે તે પ્રકારના મંત્રો તેમજ યંત્રો પણ નિષ્ફળ નીવડ્યાં છે માટે હે રાજન ! જેમ સંયમરૂપી નૌકા સંસારરૂપ મહાસાગરમાંથી બચાવે તેમ તારે શરણે આવેલા અમારું તે અધમ રાક્ષસથી રક્ષણ કર. હે વીરસેન નૃપતિના પુત્ર નળરાજા ! હે વીરશિરોમણિ ! દશ હજાર હાથીના બળવાળા, ક્રોધી, મહા અભિમાની અને ગદાના આયુધવાળા તે રાક્ષસને તું વિનાશ કર. હમેશાં દુષ્ટ માણસને શિક્ષા અને સજજનોની રક્ષા કરવી એ પરંપરાથી ચાલ્યો આવતો રાજાઓને કુળધર્મ છે. વિદ્વાન્ પુરુષના સંગને માટે, પોતાના આત્માની તુષ્ટિને ખાતર, ચતુરાઈની પ્રાપ્તિ અર્થ, પવિત્ર પુરુષની લીલાને ગ્રહણ કરવા
* પ્રભુ અચલક હોવા છતાં તેમના અતિશયને કારણે પ્રાણીવર્ગ તેમને વસ્ત્રવિહીન જોઈ શકતા નથી.
* યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ–આ પાંચ જિનેશ્વરના કલ્યાણક ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org