SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧૦ મા. સચાયા. સુથેાભિત, અપરિમિત ક્ષમાણુને કારણે ક્રોધને પણ જીતી લેનાર અને સ ંપત્તિને આપ નાર આપના ચરણકમળને પુણ્યશાળી વિદ્વાન પુરુષા ઇચ્છે છે, મેળવે છે. સøજન પુરુષાને નિય બનાવીને આપના ચરણરૂપી કમળ શરણભૂત બને છે. આકાશમાં ઉડનારાને જેમ એ પાંખ અવલંબનરૂપ બને છે તેમ વિષયરૂપી સાગરમાં ડુબતા પ્રાણીઓને આપના આલેખનથી ભય પ્રાપ્ત થતા નથી. હું સ્વામિ ! આપના દર્શનથી સમસ્ત વાંછિતાની પ્રાપ્તિ થાય છે, આપના સ્મરણથી વિશ્ર્વસમૂહ નાશ પામે છે અને યત્નપૂર્વક કરાયેલ આપની સેવા ભવ્ય પ્રાણીઓના ઘણા ભવ-ભ્રમણને અટકાવે છે ! પાર વિનાના અનંત ખલવાળા આપને નિરંતર નમસ્કાર થાઓ ! શ્રેષ્ઠ સદાચારી આપને નમસ્કાર થાઓ ! શાશ્વત એવા આપ અનંતનાથ ભગવંતને હંમેશાં મારા અનેકશ: વદન હા ! ” વિનયશાળી કુબેરે આ પ્રમાણે નૂતન મગળરૂપ અને મનહર સ્તુતિ કરીને ઇંદ્રથી અભિષેક કરાયેલ તેણે સેવકવ થી અપાયેલ ધનદ પદ પ્રાપ્ત કર્યું. સાહિત્યના રસને જાણનાર શ્રી માયિદેવસૂરિએ રચેલા નુતન મંગળરૂપ અને અપૂર્વ એવા આ પુરુષના કર્ણને કમળ સમાન નલાયનના શમતાસથી ભરપૂર એવા દશમા સ્કધ પૂરો થયા. ←←← *માક્ષપ્રાપ્તિ—ઉપર જણાવ્યા પ્રમાણે નળ રાજિષ કાળધર્મ પામીને ઉત્તરદિશાના સ્વામી કુબેર થયા અને પૂર્વના સ્નેહુના કારણે દમયતી તેની દેવી તરીકે ઉત્પન્ન થઈ હતી. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પેઢાલપુર નામના નગરમાં હરિચંદ્ર રાજાની લક્ષ્મીવતી નામની રાણીની કુક્ષીમાં દમયંતી પુત્રીપણે ઉત્પન્ન થઇ જયાં તેણીનુ કનકાવતી નામ રાખ્યુ. ચેાગ્ય વયે હરિચંદ્ર રાજાએ લગ્ન માટે સ્વયંવર મંડપની રચના કરી જ્યાં વસુદેવ રાજા( શ્રી કૃષ્ણુવાસુદેવના પિતા )ના કંઠમાં કનકાવતીએ માળા પહેરાવી અને વસુદેવ કનકાવતીને પરણ્યા. અહિં કનકાવતી છેવટે સંજમ લઈ મેાક્ષ પામે છે તેમજ નળને જીવ પણ સ્વગથી ચ્યવી માનવ ભવ કરી તે પણ અંતે માક્ષમાં જાય છે. ધન્ય છે એવા સત્ત્વશાળી દંપતીને !!! શ્રી દમયંતી ચરિત્ર સંપૂર્ણ. * અન્ય સ્થળેથી મેળવેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy