SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ (પરિશિષ્ટ). શ્રી માણિક્યદેવસૂરિમહારાજ વિરચિત શ્રી નલાયન (શ્રી દમયંતી ચરિત્ર) પ્રશસ્તિ લેખ સંબંધી સૂચના. ઉપરોક્ત ગ્રંથ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે છે. તેનું સંશોધન આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજે (આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિલ્વે) કરેલ છે, જે અગીયાર વર્ષ ઉપર શ્રી યશોવિજયજી ગ્રંથમાળા-ભાવનગર તરફથી પ્રગટ થયેલ છે. બીજા મૂળ ગ્રંથોમાં જેમ છેવટે પ્રશસ્તિ (કર્તાશ્રીએ ગુરુપરંપરા, સમય, સ્થળ વગેરે આપવામાં આપેલ હોય છે તેમ ) આ મૂળ પ્રત-ગ્રંથમાં નથી, છતાં આ ગ્રંથના સંશોધક આચાર્ય મહારાજે તેમના પરિચય, રચનાકાળ વગેરે માટે જે આધારે તેની પ્રસ્તાવનામાં આપ્યા છે તે નીચે પ્રમાણે છે તે અમો વાચકની જાણ માટે આપીએ છીએ. “ ગ્રંથકર્તા આચાર્યશ્રી મણિયદેવસૂરિએ આ મૂળ કાવ્યગ્રંથના દરેક સ્કંધના અંતે સ્વનામ આપેલ છે અને તેમાં જણાવવામાં આવે છે કે વિશેષ ઓળખ માટે જોઈએ તેટલા સાધન મળી શક્યા નથી પરંતુ વિશ્વસનીય સાધનો જે ઉપલબ્ધ થયા છે તે નીચે પ્રમાણે છે. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે લખેલ જેની પ્રતિમા લેખસંગ્રહ નામના ગ્રંથમાં પા. ૨૬ તથા પા. ૧૭૬ માં નીચે પ્રમાણે પ્રમાણે આપ્યા છે. १॥ सं. १३२७ फा. शु. ८ पल्लीवाल ज्ञातीय-कुमरसिंघ भार्या कुमारदेवी सुत सामंत भार्या सिंगार देवी पित्री षुण्यार्थ...विक्रमसिंह ठ० लूणा ठ० सांगाकेन श्री महावीर વિવા૦ ૦ વારછે પુત્ર શ્રી વલોવંદૂર શિષ્ય શ્રી માળવાફૂમિ પાનું ૨૬ લેખ નાં. ૧૩૭. ૨ { ૨૩૭ વર્ષે માર જુહી ૧ રાનૌ શ્રીગોતવાર શાળ છે....માજુરે લિન શ્રીપાર્શ્વનાથવયં પ્રશા માળિયસૂરિમિક લેખ ના ૯૮૧. સિવાય જામનગરનિવાસી પંડિત હીરાલાલ હંસરાજ તરફથી પ્રગટ થયેલ શ્રી યશોધર ચરિત્રના બીજા સર્ગ લેક ૩૩-૩૪ તથા તેરમા સર્ગના ૭૮ માં થી ૫ણ આ ગ્રંથકર્તા તેઓશ્રી છે, તેમ આ મૂળ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવેલ છે. જેથી આ ગ્રંથકર્તા વડગછના ચોદમાં સૈકામાં વિદ્યમાન હતા તે બરાબર છે.” વળી શ્રી ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશાધન મંદિર તરફથી જેનરત્નકેષ ગ્રંથ પ્રથમ ભાગ પ્રગટ થયેલ છે, તેનાં ૨૦૫માં પાનામાં આ નલાયન કાવ્ય ગ્રંથના કત્તાં શ્રી માણેકયદેવસૂરિ વડગચ્છના હતા અને તેઓશ્રીએ આ ગ્રંથ સં. ૧૪૬૪ પહેલાં રચ્યા હતો, તેમ સાથે યશોધર ચરિત્ર અને મેઘનાટક રચેલા છે તે હકીકત આપેલ છે તે પણ ઉપરના પ્રમાણેને પુષ્ટિ આપે છે. ઉપર પ્રમાણે આ ગ્રંથ માટેના પ્રમાણે છપાવી આ ગ્રંથમાં છૂટી નોંધ તરીકે આ સાથે આપવામાં આવેલ છે. પ્રકાશક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy