________________
૨૦૦S
'
સ્કંધ સાતમે. સર્ગ ૧ લે.
s
[ કુરબક દૂતનું અધ્યા નગરીએ ગમન: દમયંતીના પુન: સ્વયંવરનું જણાવવું: ઋતુપર્ણ તેમજ કાજનું કંડનપુર પ્રતિ પ્રયાણ ]
દમયંતીએ રહસ્યને જાણનાર કુરબક નામના દૂતને રવાના કરીને, પિતાની
- જાતને, જાણે કંઈક દુઃશિક્ષિત હોય તેમ મનથી માની. કાર્ય કુશળ ને ચતુર કુરબકે અયોધ્યા નગરીએ જઈને, રાજસભામાં ન્યાયાસન પર બેઠેલા ઋતુપર્ણ રાજાને નમીને વિજ્ઞપ્તિ કરી કે–“સ્વામિન્ ! અત્યંત હર્ષિત બનેલ ભીમરાજા પોતાની પુત્રી દમયંતીના સ્વયંવર નિમિત્તે આપને આમંત્રણ આપે છે, માટે આપ જલદી પધારે. હે રાજન્ ! કુંડિનપુર જવાને માટે આજે જ આપ તૈયાર થાવ, કારણ કે આવતી કાલે પ્રાત:કાળે સ્વયંવર મહોત્સવ શરૂ થવાને છે. હે રાજન ! મને અયોધ્યા તરફ રવાના કર્યાને ઘણા દિવસો પસાર થઈ ગયા છે, મને રસ્તામાં જવર (તાવ) આવી જવાથી આ પ્રકારનો વિલંબ થયો છે, આજે અહીં આવીને મેં રાજકાર્ય (ભીમરાજાનો આદેશ) કરેલ છે. વ્યાધિને કારણે મને જે વિલંબ થયો છે તે આપ માફ કરે. આપ આપના મનમાં એવું આશ્ચર્ય ન પામશો કે દિકપાલને ત્યજી દઈને જે દમયંતી નળરાજાને પર હતી તે દમયંતી ફરીથી કેમ સ્વયંવર કરે છે? નલરાજા મૃત્યુ પામ્ય છતે ભીમરાજાના કથનથી પવિત્ર અને નવયૌવનવતી દેવી દમયંતી શામાટે બીજો પતિ ન કરે? જે ભાગ્યહીન પૂર્વ પતિ દેવગથી મૃત્યુ પામે તે શું રાજકન્યાની યુવાવસ્થા નિષ્ફળ બને?” આ પ્રમાણે કુરબક ડૂતના વાણીરૂપી વિષથી રોમાંચિત બનેલા સમગ્ર સભા જાણે કે આશ્ચર્ય, આતુરતા અને વ્યાકુળતાથી દિગમૂઢ જેવી બની ગઈ હોય તેવી દેખાવા લાગી. અરે ! આ શું કાળનું માહાસ્ય નથી ? અર્થાત્ આ કલિકાળીને જ પ્રભાવ જણાય છે. દુઃખની વાત છે કે–સભામાં રહેલા દરેક જણે ભાગ્યના દુર્વિલાસીપણને વારંવાર ધિક્કાર આપે !!
આવા પ્રકારનું લકે બલી રહ્ય છતે, તુ પણ રાજા આશ્ચર્યમાં ગરકાવ બની ગયે છત, સ્તુતિપાઠકે મોન બની ગયે છત, સંગીત બંધ થયે છતે, વારાંગનાઓ સ્તબ્ધ બન્યું છd, દ્વારપાળ શાત બની ગયે છતે, રાજકાર્ય બંધ થઈ ગયે છતે, પૂર્વમાં કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org