SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સુદેવ અને શાંડિલ્ય નળરાજાને બતાવેલ ચિત્રપટ. [ ર૩૯]. રાત્રિ પસાર થઈ જાય છે તે દિવસ કઈ પણ પ્રકારે પસાર થતું નથી, અથોત તે વિરહ જન્ય સંતાપ અનુભવી રહ્યો હતો. તે દિવસે વિશાળ પરિવાર સાથે, નગરની બહાર, પ્રભાતકાળ સંબધી નાનાદિક કન્ય કરવા માટે નળરાજ સરેવરને કિનારે ગયે. ગાયના ભાંભરવાથી પાડાઓ, પક્ષીઓના વનિથી વૃક્ષસમૂહ, ભમરાઓના ઝંકારવથી કમળ યુકત સરોવર–આ સર્વ શદિત (ધ્વનિવાળું) બની રહ્યું હતું. આવા પ્રકારનું સુંદર દશ્ય જોતાં, વિરહથી વ્યાકુળ, પ્રસંગવશાત્ કૂબડાના સ્વરૂપને ધારણ કરનાર નળરાજા મનમાં વિચારવા લાગ્યો કે–પિપટ, મયૂર, ચકલા, કોયલ, ચાષાપક્ષી અને ચક્રવાકના સમૂહથી વ્યાપ્ત આ પૃથ્વી-પ્રદેશ, દમયંતીના વિરહથી વ્યાકુળ મારા હૃદયને અત્યારે અત્યંત પ્રહાર કરી રહ્યા છે. જેમ દુર્જન પુરુષની પાસે સુંદર કવિત્વ નિષ્ફળ નીવડે છે તેમ કમળલત્તા, પવને, કેયલનો વનિ, કુંપળીઆઓની પથારી, કોકુક કરવાના સ્થાને આ સર્વ અત્યારે મારા માટે નકામા બન્યા છે. દમયંતીને વિષે મારે પિતાનો અત્યંત પ્રેમ હોવા છતાં તે સમયે વનપ્રદેશમાં સૂતેલી તેણીને ત્યાગ કરવાથી જ્યાં તેના જીવિતને વિષે પણ સંદેહ છે તો પછી તેણે ફરીથી કયાંથી મળી શકે? વળી તેના નામ માત્ર સંબંધી પણ કથા-હકીકત કોઈ પણ સ્થળે સાંભળવામાં આવતી નથી. મારા જીવિતને ધિક્કાર હ! વજ સરખું મારું વક્ષસ્થળ ફૂટી જતું નથી, વ્યાકુળ બનેલું મારું શરીર બળે છે, વિરહરૂપી પીડા સતાવી રહી છે, મૃત્યુ પ્રાપ્ત થતું નથી, મૃત્યુ પામવાની ઈચ્છા દૂર થતી નથી, આ ગહન કર્મ–પરિણામને હું જાણું શકતું નથી. મારે કોઈ પણ આત્મીય જન જણાતું નથી અને મારા સરખો આ પૃથ્વીપીઠને વિષે કઈ પણ દુઃખી જણાતો નથી. હે પ્રિયા મેં સર્વ પ્રકારે તારે ત્યાગ કર્યો છે. હે દમયંતી ! તું કઈ સ્થિતિમાં હઈશ ? હે ઈંદ્રસેનની માતા ! તું અત્યારે કયાં છે ? હે દમયંતી ! તું મને દર્શન આપ, દર્શન આપ. ” આ પ્રમાણે વિલાપ કરતાં નલરાજાને તે બંને સુદેવ અને શાંડિલ્ય જોયા. અને પિતપોતાના કાર્યને કરવા ઈચ્છતા તે ત્રણેને અકસ્માત્ મેળાપ થઈ ગયે. નલરાજાએ તેઓને પૂછયું કે- તમે બંને કેણુ છો ? અને શામાટે તમારે આ થયું છે?” તે બંનેએ જણાવ્યું કે-“અમે કુંડિનપુરથી આવીએ છીએ.” તે બંનેને કુંડિનપુરવાસી જાણીને નલે પુનઃ પૂછયું કે-“આ તમારા ચિત્રપટમાં શું ચિતરેલું છે?” તેઓએ જણાવ્યું કે-“તમે ઠીક પૂછયું, સાંભળવા લાયક વસ્તુને તમે સાંભળે. જેનું મન કાચબાની પીઠ જેવું કઠોર છે, જેનું હૃદય વા જેવું કઠોર છે અને કમળ જેવી કોમળ વાણીવાળા તે રાજાનું આ ચિત્રપટમાં નિર્મળ-પવિત્ર ચરિત્ર આળેખેલું છે.” ત્યારે નલ રાજવીએ પુન: પ્રશ્ન કર્યો કે-“કયા રાજાના કુળમાં, અનેક ગુણેના સમૂહથી ઉજવળ આ રાજા જન્મેલે છે?” ત્યારે તેઓએ જણાવ્યું કે-“આ રાજા વીરસેન રાજાને પુત્ર, ધૂત ક્રીડામાં કુશળ અને સુખનો વૈરી એ નલરાજા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy