________________
•૦૦૦૦૦૦૦
ઝર
ઝાર છે સ્કંધ. સર્ગ ૧ લો.
હજામ
[ સુદેવ અને શાંડિલે કરેલી દમયંતીની શોધ: કુંઠિનપુર આગમન અને ભીમરાજાનું દમયંતીને આશ્વાસન. ]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
| કલિના પ્રપંચથી વિખૂટા પડેલા નળ-દમયંતીનું વૃત્તાંત લાંબા સમયે સાંભળીને
મન ભીમરાજા મૂછ પામ્યા: “હે મહારાજા નલ! હે પુત્રી દમયંતી ! તમારા શિરે આ કઈ જાતની આફત આવી પડી? અકાર્ય કરનાર દેવને ધિકાર છે ! ધિકાર !!એ પ્રમાણે દુઃખી બનેલ ભીમરાજ પ્રલાપ કરવા લાગ્યા. જેમ સૂર્ય પિતાના કિરણો દ્વારા જગતના પદાર્થો જુએ છે તેમ ભીમરાજાએ નળ-દમયંતીના સમાચાર જાણવા માટે પર્વત અને સાગર પર્યત પૃથ્વીપીઠ પર પોતાના દૂતે મારફત તપાસ કરાવી. હંમેશા તે બંનેની ચિંતાથી રાત્રિને વિષે નિદ્વારહિત બનેલા ભીમરાજા જાણે સ્વીકારેલ કાર્યને જાણે પહેરેગીર હોય તેમ રહેતા હતા અર્થાત તેમની ઊંઘ ઊડી ગઈ. પુત્રીના દુઃખથી ઘેરાયેલ પ્રિયંગુમંજરીના હૃદયને વિષે, છિદ્રરહિત છીપને વિષે જેમ કોઈપણ વસ્તુ દાખલ થઈ શકે નહિ તેમ સુખ પ્રવેશી શક્યું નહિં અથોત પ્રિયંશુમંજરી પણ અત્યંત દુઃખી બની ગઈ.
વળી સમસ્ત રાજકુટુંબ પણ ઉત્સવ રહિત, તાંબૂલ રહિત, શૃંગાર રહિત, સુંદર વાર્તાલાપ રહિત અને દુખપરાયણ બન્યું. માતા-પિતાને દમયંતી પ્રત્યે પ્રગટેલ નેહભાવ કેશિનીના મિત્ર સરખા (તેની સારસંભાળમાં રહેતા ) દમયંતીના બંને સંતા(ઇદ્રસેન અને ઇંદ્રસેના)ને વિષે આવીને એકત્ર થયા હતા. મૃત્યુ પામેલાની માફક, કેઈપણ મહાન નૈમિત્તિક પણ નળ-દમયંતીના સમાચાર જણાવી શક્યો નહીં. તેઓના કોઈપણ પ્રકારના સમાચાર પ્રાપ્ત ન થવાથી ભીમરાજા વિગેરે તેઓના જીવિતને નિર્ણય કરી શક્યા નહીં. વિંધ્ય પર્વતની ખીણામાં અને ભરવાડોના વાડાઓ તેમજ ભીલ વિગેરે હલકી જાતિના વસવાટથી ભયંકર નિષધ દેશના સ્થાનમાં સર્વત્ર ચરપુરુ ફરી વળ્યા. વિધવિધ પ્રકારનાં વે, ભાષાને જાણવાવડે સામાના મનને સમજી જનારા તે ચર લોકે, પ્રયત્નપૂર્વક સર્વ સ્થળે તપાસ કરવા છતાં નળ-દમયંતી સંબંધી સમાચાર મેળવી શક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org