SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પાંચમા સ એકવીસમે. કારણ કે મારા પ્રત્યે તમે કપટરહિત મમત્વભાવ દર્શાવા છે. મારા સ્વામી નિષધા નગરીના રહેનાર, ક્ષત્રિય, સુંદર અને યુવાન છે, પરન્તુ ધૃતદ્વારા પોતાનું સસ્વ શુમાવીને, મને ત્યજી દઈને તે કાઇએક સ્થળે ચાલ્યા ગયા છે, તેા હમણાં પિતાને ઘરે કુંડિનપુર નગરે જવાને ચાહતી હું તમારા આદેશથી અહીં ચૈાડા સમય ઇચ્છાપૂર્વક રહીશ, પરન્તુ અહીં રહેવાની મારી શરત એ છે કે-મારું' ભેાજન હું' પાતે જ બનાવીશ, કોઇપણું પુરુષના મારા માટે સંસર્ગ ન જોઇએ, તેમજ મને કાઇપણ હુકમ ન કરે. ' એ પ્રમાણે ચંદ્રવતીએ તે કબૂલ કરવાથી માસીના મંદિરમાં રહેતી, માસીની પુત્રી સુનંદાથી પૂજાતી દમયતીએ ગુપ્ત રીતે દિવસે પસાર કર્યો. દમયંતી પાસેથી રાજકુળને ઉચિત તે તે પ્રકારની કળા-કુશળતાના અભ્યાસ કરતી, હમેશાં તેના સૌભાગ્યની તેમજ સમતાભાવની પ્રશંસા કરતી અને અત્યંત આશ્ચયુક્ત હૃદયવાળી સુનદા દમયંતીને એક ક્ષણમાત્ર પણ અળગી કરતી નહીં. પ્રિયતમના સમાચાર મેળવવાના હેતુથી, થાકથી પીડાયેલ પરદેશી મુસાફાને દાન આપતી અને હમેશાં વિરહ-વ્રતને ધારણ કરનારી દમયતીએ બીજના ચંદ્રને જોઇને કોઈ વખત કહ્યું કે—“ અરે ! ... મારા સોભાગ્યના વિપરીતપણાથી અક્ષરે એ પણ શુ વિપર્યાસ ( ઉલટા ક્રમ ) ધારણ કર્યો છે ? પૂર્ણિમાના ચંદ્ર આજ કેંદીની દશા અનુભવી રહ્યો છે અને સ્વામીનું સ્મરણ કરતી દાસીની યાદ આપી રહેલ છે. ” બાદ પાતી સરખી શાભાવાળી દમયંતીએ પુષ્કળ અશ્રુ સારવાપૂર્વક જાણે અશાડ માસના સ્વરૂપને દર્શાવતી હાય તેમ કાર્તિક માસથી પ્રારંભીને નવ માસ વ્યતીત કરીને ફરીવાર દઢતા ધારણ કરી. વગચ્છરૂપી આકાશપથમાં ચંદ્ર સરખા શ્રી માણિકયદેવસૂરિએ નવીન કલ્યાણવાળા, શ્રેષ્ઠ આ ગ્રંથ રચ્યા, તે આય પુરુષના ક્રમળસરખા સુંદર રચનાઓવાળા આ પાંચમા સ્કંધ પૂર્ણ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy