SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ મયતીનુ તેની માસીના રાજમહેલે આગમન. [ રરપ ] તે વાવડી શેાભી ઊઠી. માના થાકથી શિથિલ અંગવાળી દમયતીએ જેવામાં ક્ષણમાત્ર વિસામા લીધા તેવામાં કોઇ એક ઘાએ આવીને તેણીના ચરણના અંગૂઠા ઝડપથી પકડી લીધા. સત્કારપૂર્વક હાહારવ કરતી તેણીના કરુણ ધ્વનિ સાંભળીને પાનિહારીએ દોડી આવી. તેની માસીની પાનિહારીએ જે જળક્રીડા માટે આવેલી, તેના રૂપથી આશ્ચર્ય પામેલી દાસીઓએ તે ઘાને જલ્દી હાંકી કાઢી. પછી તેણીના અને ચરણેાને ધોઇ નાખીને, પેાતાના વસ્ત્રોથી લૂછીને, તે દાસીએએ સ્નેહને લીધે પગતું ચુંબન કર્યું અને પેાતાના મસ્તક પર સ્થાપન કર્યાં. તે દાસીએ પૈકી કેટલીક દાસીએએ જઇને ચદ્રવતીને જણાવ્યું કે— કદી ન જોયેલું અને ન સાંભળેલું એક સ્ત્રીરત્ન અહીં આવેલું છે. ” એટલે ચંદ્રવતીએ જણાવ્યું કે—“ વિનયપૂર્વક તેનુ સન્માન કરીને જલ્દી તેને લઇ આવેા, અમને પણ તેને જોવાની ઇચ્છા છે. ” પછી તે દાસીએ ત્યાં આવી દમયંતીને કહ્યું કે—“અમારા પર મહેરબાની કરા, અમારું કથન સ્વીકારા, રાજમહેલમાં ચાલા, ચંદ્રવતી રાણી તમને પ્રેમપૂર્વક જોવાને ઇચ્છે છે. આ પ્રમાણે પ્રાર્થના કરતાં દાસીએથી પરિવરેલી, શુદ્ધ જળથી સ્નાન કરીને દમયંતી માસીના ઘરે ગઇ. દમયંતીને પેાતાની ભાણેજ તરીકે નહીં જાણતી હાવા છતાં પણ ચંદ્રવતી હર્ષોંને લીધે ઊભી થઈને સત્કાર કરવા માટે ઉત્સુક બની. વસ્તુ ઢંકાએલી હાવા છતાં પણ વસ્તુના સામર્થ્ય ના કારણે ચિત્ત આકર્ષાય છે, જેમકે મેથી ચંદ્ર આચ્છાદિત બનવા છતાં કુમુદ્રસમૂહ વિકસ્વર અને છે, હું તેા એક સામાન્ય ક્ષત્રિયકન્યા છું. ” એ પ્રમાણે ખેલતી દમયંતીએ ચક્રવતીના આદરસત્કારવાળા વર્તનથી તેને અટકાવી, માતાની બીજી મૂર્તિ સ્વરૂપ( માસી )ને જોઈને તેણી ગભરાણી નહીં. તેનું ચિત્ત દુ:ખથી પીડિત હતું છતાં શરમરૂપી દારડાથી બંધાયેલું હતું. નજીકમાં રહેલા આસન પર બેસારીને, આશ્ચયપૂર્વક તેને નીરખીને અને અદ્ભુત વાત્સલ્ય દર્શાવીને દમયંતીને તેની માસીએ કહ્યું કે- રુ કલ્યાણી ! સદ્ભાગ્યને લીધે અમે તને જોઈ છે; અને તેથી જ અમે અમારા જીવિતને સફળ માનીએ છીએ. વિશેષ શું કહેવું ? તારા નેત્રા મીંચાય છે તેથી જણાય છે કે તુ માનુષી છે. હું કમલાક્ષિ ! દેહકાંતિથી તું દેવાના પણ તિરસ્કાર કરે છે અર્થાત્ દેવ કરતાં પણ તારી કાંતિ અધિક છે. આવા પ્રકારના અદ્ભુત રૂપવાળી તુ કાણુ છે? અને તુ કાની પત્ની છે ? આ પ્રમાણે તને પૂછવાને માટે ઉત્કંઠા મને પ્રેરણા કરી રહી છે. હે પુત્રી ! તું મારી પુત્રી સરખી છે અને આ રાજમંદિરને તું તારું જ માન. હૈ સુંદરી ! હું મારા પ્રાણેાથી પણ તારું પ્રિય-કલ્યાણુ કરવા ઈચ્છું છું. જો તુ સ્વતંત્ર ન હાય અને જો કાઇ કારણવશાત હાય તા પણ મારા સતાષની ખાતર તુ થાડા વખત અહીં રહે. જો તારે યાત્રા કરવાની ઇચ્છા હાય તા હું તને શ્રેષ્ઠ વાહનદ્વારા, તારી ઇષ્ટ વસ્તુની સિદ્ધિ માટે રવાના કરીશ. ” દમય’તીએ જવાબ આપતાં જણાવ્યું કે—“ હે દેવી ! તમે ખરેખર ધન્ય છે, ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy