SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પાંચમ. સર્ગ સત્તરમો. ચંદ્રનું, જગતના નેત્રોને આનંદ આપનાર ઉજજવળ બિંબ જોયું. વરુ, સિંહ, વાઘ અને સર્પ વિગેરે પ્રાણુઓ વિનાનું, ફલ અને પુષ્પરૂપ સમૃદ્ધિયુક્ત અને દાવાનલ રહિત તે વન બની ગયું તેમજ સૂકાઈ ગયેલી તે નદી પણ અચાનક પ્રગટી નીકળેલ પાણીના પ્રવાહને લીધે બંને કાંઠામાં ભરપૂર બની જવાથી જલદી પાર ન કરી શકાય તેવી બની ગઈ. આકાશપટમાં ઊગેલા સોળ કલાપૂર્ણ ચંદ્રને જોઈને ચકોએ અસાધારણ રસપૂર્વક કુમુદનું સેવન કર્યું તેમજ ચંદ્રની મનહર કાંતિથી અંધકાર દૂર કરાયે છતે જેમ યુવાવસ્થામાં કન્યા સૌંદર્યવતી બને તેમ તે રાત્રિ સુંદર બની ગઈ. આ પ્રમાણે વનદેવીઓના પ્રભાવથી રમ્ય બનવાને અંગે મનની પીડા દૂર થવાથી કલાવતીએ નદીમાં સ્નાન કરીને, કાંઠા પર રહેલ વૃક્ષની નીચે રહેલ ફિટિક મણિની શિલા પર શેડો સમય સુખપૂર્વક નિદ્રા લીધી. રાત્રિના પાછલા ભાગમાં પુત્રની ચિંતાથી નિદ્રા રહિત બનેલ અને કમલપત્ર જેવા નેત્રવાળી અને ઉત્સાહપૂર્વક ઉઠેલી કલાવતી જોવામાં જુએ છે તેવામાં સતી એવી તેણીએ પત્થરની કતરેલી પૂતળીના સ્તનમાંથી ઝરતાં દુધપાનને કરતાં પિતાના પુત્રને આશ્ચર્યપૂર્વક નીહાળ્યો. વનદેવીની તથા પ્રકારની ઉત્તમ મૂર્તિને મસ્તકવડે પ્રણામ કરીને ઉત્કૃષ્ટ આનંદને ધારણ કરતી સ્વર્ણબાહુની બેન કલાવતીએ, પોતાની જાતનું રક્ષણ કરનાર છે” એવા પ્રકારનું જાણીને કોઈપણ પ્રકારની ચિંતા કરી નહી અને હવે તે નિશ્ચિત બની. જે શીલના પ્રભાવથી અત્યંત અસંભવિત એવી બંને બાહની પ્રાપ્તિ થઈ, વૃષ્ટિ વિના પણ નદી જળથી પરિપૂર્ણ બની અને પત્થરની પૂતળીએ પણ ધાવમાતાનું કાર્ય કર્યું – આ ત્રણ પ્રકારના આશ્ચર્યો કલાવતી સિવાય બીજી કઈ પણ વ્યક્તિને માટે કેઈપણ સ્થળે જેવાતા નથી. સર્ગ સત્તરમ. ( શંખરાજાને સંતાપ અને કલાવતીની શોધ ] . . આ બાજુ સારથિએ આવીને શંખરાજાને પોતાનું કાર્ય જણાવ્યું અને ત્યારબાદ બંને ચાંડાલણીઓએ પણ આવીને પિતાને સુપ્રત કરવામાં આવેલ હસ્ત- છેદનનું કાર્ય રાજાને જણાવ્યું. ગવાક્ષમાં રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy