SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શંખરાજાને રોષ અને કલાવતીને વનવાસ. [ ૨૦૫ ] અરે! પાપી! કુલટાપણાને કારણે વિરોધીભાવને ભજવતી તું “ કલાવતી” એવા નામને ધારણ કરવાને શું તને શરમ નથી આવતી? હવે મારી પત્નીને એગ્ય સર્વ પ્રકારનું પ્રતીકાર હું કરીશ. મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને શરમ રહિત એવા દુર્જન પ્રત્યે મહાપુરુષોને પ્રેમ એક મુહૂર્ત માત્ર પણ ટકી શકતા નથી. પાપી તેમજ વ્યભિચારિણી આ કલાવતી જે બંને બાજુબંધને કારણે બંને ભુજાઓને ગર્વ કરી રહી છે તેને જે હું જલદી છેદી નાખું તે તેને ફરી ગર્વ કરવાનો અવસર ન સાંપડે. વળી, મારાથી અર્પણ કરાયેલ અબજો પદાર્થોને જે તેણે તુચ્છ ગણે છે તે હવે હું તેણીને તેણીના શરીરથી જ કપાયેલ ભુજારૂપી મહાભેટ આપું અર્થાત હું તેણીના હાથ કપાવી નાખું. ( આ પ્રમાણે પ્રચંડ રેષવાળા શંખ રાજાએ તેણના અંતઃપુરમાં પ્રવેશ કર્યો નહીં અને જેમ અત્યંત પીર જવરવાળો સ્વાદીષ્ટ પદાર્થને અનિષ્ટ માને તેમ તેણે કલાવતીએ ઉચ્ચારેલ કથનને વિપરીત માન્યું. તેણીના આવાસથી પાછા ફરીને, પિતાના મહેલે આવીને, એકાન્તમાં દુષ્ટ કર્મ કરવાની વિચારણા કરીને, કલાવતીને શિક્ષા કરવાને માટે ધયુક્ત ચિત્તવાળા તેણે તે તે માણસોને પિતાના મુખથી આદેશ આપે. * * * છે સર્ગ પંદરમે. ANUARI 2014 Dezember [ કલાવતીને વનવાસ અને ભુજાનું છેદન.] DxSxeaઝાઝા ) Age ) છે ઇંદ્રાણી સરખી કલાવતીને સાયંકાલે રાષણ નામના સારથીએ આવીને જણાવ્યું Bestxeઝટ કે- “હે દેવી! પર્વતની નજીકના વનમાં રાજા રહેલા છે અને આપને જેવાને ઈચ્છે છે તે જલ્દીથી પ્રયાણ કરવાને માટે તૈયાર થાય એટલે વસ્તુસ્થિતિને નહીં જાણતી અને જલ્દી ચાલવાને ઈચ્છતી તેણું, પિતાના વસ્ત્રને છેડે અટવાવાથી (વચ્ચે આપવાથી) કંઈક વિલંબ કરીને ફરીથી ચાલવા લાગી. ગતિની ક્રિયા વખતે પિતાના વસ્ત્રને છેડે પગ વચ્ચે અટવાય તે એક પ્રકારનું અપશુકન માનેલ છે. હવે જ્યારે નગરની બહાર કલાવતી જઈ રહી હતી ત્યારે તે નગર પાસે આવી પહોંચેલા અને કટિલ કર્મના સાક્ષી સૂર્ય આકાશપ્રદેશને જલ્દી ત્યાગ કર્યો. અર્થાત સૂર્યાસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy