________________
[ ૨૦૪ ].
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ ચોદ.
પૂર્વક સમસ્ત દિવસ વ્યતીત કર્યો. સાયંકાળે વનવિહારથી પાછા ફરીને નગરમાં આવેલા રાજાએ ગુપ્ત રીતે પ્રિયાના નેહની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. મોજડી (ઉપાનહ) રહિત બંને ચરણેથી ચપચાપ ચાલતાં અને ઈશારાથી નેકરવર્ગને અટકાવતા–વારતા રાજાએ કલાવતીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. તેના પીઠ પાછળના ભાગમાં પહોંચી જઈને, હાસ્યને માટે, તેણીના બંને નેત્રોને ઢાંકી દેવાની ઈચ્છાથી, કાગડાના જેવી કપટકળાપૂર્વક જાળિયાના છિદ્રભાગ દ્વારા જોતો જ રહ્યો. તે સમયે પિતાના ઘરેથી આવેલ આભૂષને ધારણ કરીને સુખપૂર્વક બેઠેલી કલાવતીને તેની સખી કહી રહી હતી કે“હે સખી! જેમ આકાશ ચંદ્રથી વિશેષ દીપે છે તેમ આ બે બાજુબંધથી તું શેભે છે. વધારે શું કહું? મણિ, માણિક અને મોતીઓથી જડેલા આ બંને બાજુબંધનું મૂલ્ય થઈ શકે તેમ નથી. સૂર્ય અને ચંદ્ર સરખા, રક્તવણું અને શરીરે ધારણ કરેલા આ બંને બાજુબંધથી તું અત્યંત દીપી રહી છે તે હે સખી! તું કહે કે–પ્રેમશાસ્ત્રમાં શ્રેષ્ઠ પારંગત કઈ વ્યક્તિએ આ બંને બાજુબંધ તને મોકલ્યા છે?” એકાંતમાં આ પ્રમાણે પૂછતી તે સખીના કથનથી આશ્ચર્ય પામેલ શંખરાજા મનમાં નીચે પ્રમાણે ચિન્તા કરવા લાગ્યો. “અરે ! મેં કદી પણ આપ્યા નથી અને પૂર્વમાં કદી જોયા નથી તે અપૂર્વ એવા આ બંને બાજુબંધ અત્યારે કલાવતી પાસે ક્યાંથી આવ્યા? મારા સંશયને દૂર કરવાને માટે જ આ સખીએ કલાવતીને આ પ્રશ્ન પૂછે છે તે આ વિષયમાં કલાવતી શું જવાબ આપે છે તે હું સાવધાન થઈને સાંભળું.”
- આ પ્રમાણે રાજા એકાન્તમાં એકાગ્ર બનીને સાંભળી રહ્યો હતો તેવામાં કલાવતીએ નિર્દોષભાવે ચતુરાઈપૂર્વક જણાવ્યું કે–“હે સખીકે આ બાજુબંધ મોકલ્યા એમ તું શું પૂછે છે? અ૯પ પ્રેમવાળી સામાન્ય વ્યક્તિ શું આવું બહુમૂલ્ય ભેટશું મોકલી શકે? જેના હૃદયમાં હું કોતરાયેલી છું અને જે મારા હૃદયમાં વાસ કરીને રહેલ છે તેણે જ આ બંને બાજુબંધો મોકલ્યા છે કે સામાન્ય વ્યક્તિએ મોકલ્યા નથી. પ્રાણપ્રિય એવા તેના પ્રસાદીરૂપ આ આભૂષણેને આજે પ્રાપ્ત કરીને જાણે હું સમસ્ત અંગે આલિંગન અપાઈ હઉ તેમ માનું છું. સ્વામીએ આપેલ અબજે વસ્તુઓ મારા મહિમાને તથા પ્રકારે વધારી શકતી નથી કે જે પ્રકારે તેમનાથી મેકલાવાયેલ ફક્ત એક ચઠી પણ ગૌરવને વધારે. મંદભાગી એવી મને તેનું દર્શન કયાંથી થશે? ” આ પ્રમાણે બેસીને અટકી ગયેલ કલાવતી રુદન કરવા લાગી. વિદ્યુતના પાત સરખા કલાવતીના દુહા વચને રાજાના હદયમાં રહેલા પ્રેમરૂપી પર્વતને જલદી બાળી નાખ્યો. પ્રિયાના કથનના રહસ્યને રાજા જાણી શક્યા નહીં તેમજ તેના પિતાના ઘરેથી આવેલ ભેટાને તર્ક પણ કરી શક્યું નહીં. દુષ્ટ શીલવાળી આ સ્ત્રીને વિષે બહારથી જ જેનાર, બુદ્ધિ અને શગને કારણે અંધ બનેલ મારા પ્રેમને વારંવાર ધિક્કાર છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org