SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પ મે. સર્ગ તેરમે. પ્રારભીને મુહિકાની પ્રાપ્તિ પર્યન્ત સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યા બાદ સર્વદમનને ઉદ્દેશીને વરદાન આપ્યું કે –“પ્રજાનું ભરણ-પોષણ કરવાથી આ તમારે પુત્ર ભરત એવા નામથી પ્રખ્યાતિ પામશે.” આ પ્રમાણે મરિચી ઋષિથી પ્રસન્નતા બતાવાયેલા, આવેલા સેંકડો વિદ્યાધરથી વીંટળાયેલ, પુત્ર તથા પત્ની સહિત દુષ્યન્ત રાજા ઇતની રાજધાની સરખા પિતાના હસ્તિનાપુર નામના નગર તરફ ફરીથી વિદાય થયા. આ પ્રમાણે આશ્ચર્યકારી, પૂજ્ય પુરુષની પૂજાનું ઉલ્લંઘન કરવાથી દારુણ ફળદાયી બનેલ એવું આ શકુન્તલાનું ચરિત્ર સાંભળીને, હે દમયંતી! તારે કોઈપણ પ્રકારને શેક કરવો ઉચિત નથી. સર્ગ તેરમે. કચ્છ. [ મુનિ મહારાજે દમયંતીને જણાવેલ કલાવતીનું ચરિત્ર]. આ છે મા ( આ પ્રમાણે ભાસ્કરાચાર્યના શિષ્યના મુખથી શકુન્તલાની કથા સાંભળીને મા બાપ દમયંતીએ પિતાનો અભિપ્રાય જણાવ્યું કે-“હે પૂજ્ય ! શકુંતલાએ દુઃખ સહન કર્યું તે વસ્તુ બરાબર છે, પરંતુ જે સૂક્ષમ દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તે મારું દુખ તેના કરતાં અધિક છે, કારણ કે શકુન્તલા તે વનપ્રદેશમાં જ જન્મી હતી એટલે વનવાસથી તે દુખી બને નહીં, પરંતુ હું તે જન્મથી જ સામ્રાજ્ય પ્રાપ્ત કરનારી હાઈને આજે મારો વનવાસ દુઃખદાયક છે અથવા તે આવા પ્રકારનું કષ્ટ વિશ્વમાં કેઈપણ સ્ત્રીને પ્રાપ્ત ન થાએ, કારણ કે પાપીઓને વિષે હું જ એક શ્રેષ્ઠ પાપિણ છું.” આ પ્રમાણે દુઃખરૂપી અગ્નિને લીધે પ્રગટેલ અશ્રુપ્રવાહથી પર્વતના ભૂમિપ્રદેશને સિંચતી દમયંતીને મેઘ સમાન મુનિમહારાજે વચનરૂપી અમૃતથી સિંચી અર્થાત તેને શાંત્વન આપ્યું. પ્રાણીને જ્યારે કંઈપણ દુઃખ આવી પડે છે ત્યારે તે થોડું હોય કે અધિક હોય તે પણ તે દુઃખ તેને માટે અસહ્ય બને છે. જે તું તથા પ્રકારનું કલાવતીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy