SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ પ મે. સર્ગ દશમે. વનદેવતાઓના સાનિધ્યને કારણે, તાડન કરતા બટુકો દ્વારા વૃક્ષો પાસેથી મેળવેલા રત્ન, મણિ અને ખેતીના બનાવેલા દિવ્ય અને વિવિધ આભૂષણે પણ તે ઋષિએ શકુન્તલાને આપ્યા. પછી દિવ્ય વાણીથી પિતા પ્રસન્ન થવાથી સ્વામીને ઘેર જવાને ચાહતી શકુન્તલાએ પિતાની સખીઓની રજા લીધી ત્યારે તે બંને સખીઓએ, શાપ સંબંધી વૃત્તાંત છુપાવીને, ગદગદ વાણીથી તેણીને કહ્યું કે-જે કદાચ રાજા તને ઓળખી ન શકે તે તારે તેની આપેલી આ મુદ્રિકા તેને બતાવવી.” સખીઓનું આ પ્રમાણેનું સૂચન સાંભળીને “એમ કેમ?” એ પ્રમાણે શકુન્તલાએ તેણીને પૂછયું ત્યારે તે બંનેએ ધીમેથી જણાવ્યું કે“ એમ જ.” પ્રશંસા કરનારા અને હષિત ઋષિઓથી અનુસરાએલી, આંખમાં અશ્રુ આવવાથી ખલના પામતી અને ક્ષુબ્ધ હૃદયથી સમસ્ત પરિજનવર્ગને જોતી શકુન્તલા સ્વામીની નગરી તરફ ચાલી નીકળી. પાછળના ભાગમાં શાર્ગરવ, આગળ શારદૃવત કષિ અને મધ્ય ભાગમાં ગૌતમીની સાથે વિવિધ પ્રકારના વાર્તાલાપ કરતાં ગાલવ મુનિએ જતી એવી શકુન્તલાને કહ્યું કે-“જેમ રાજાના મહેલમાં રહેલા પદાર્થોને સૂર્યનો પ્રકાશ પ્રકાશિત કરે છે તેમ પાંચ પ્રકારના વર્ણવાળા મેઘોથી આચ્છાદિત બનેલ સૂર્યનો પ્રકાશ તારા માર્ગને પ્રકાશિત કરે. વાદળા હોય એટલે પ્રકાશ જણાય, પરંતુ સૂર્યને આત૫ સહન ન કરવું પડે.” આ પ્રમાણે ગાલવ ઋષિથી વિદાય અપાયેલી શકુન્તલા ગંગાનદીને કિનારે એક રાત્રિ સુખપૂર્વક વ્યતીત કરીને, પ્રાત:કાળે પિતાના પરિવાર સાથે દુષ્કતની રાજધાની હસ્તિનાપુરમાં ઉત્કંઠાપૂર્વક પહોંચી. છછછછછpe 66SSS | સર્ગ દશમે છે #ક2®છત્રછaછake Essàssis [ દુષ્યન્તની વિસ્મૃતિ: શકુંતલાનું દિવ્ય શક્તિએ કરેલ અપહરણ. ] રાજધાનીમાં આવી પહોંચેલા તેઓને રાજાને જલ્દી જણાવીને, પ્રતિહારીએ E = = - તેઓ સર્વને પુરોહિતની સાથે અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યું. “આ કોણ છે? શા માટે અહીં આવ્યા છે?” એ પ્રમાણે વ્યાકુળ બનીને રાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy