SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવરે કહેલ શકુંતલાનું કથાનક. [ ૧૮૧ ] ઘડી કરોડો વર્ષ જેવડી બની રહી છે, તે હવે આ વિષયમાં મારે હમણું શું કરવું તે હું જાણતી નથી. આ કાળે પ્રાણી દશ લાખ વર્ષના આયુષ્યવાળો હોય છે, અને હજુ તે મારા આયુષ્યના દશ હજાર વર્ષ વ્યતીત થયા છે, વળી અત્યારે મારી ઇદ્રિના વિષયે શાંત થયા નથી. શું વષોઋતુમાં જળનો વેગ મંદ હોઈ શકે ? એકાકીપણું, પતિનો વિરહ, જંગલ, રસ્તાને થાક, સ્વસ્થાનથી ભણતા, સંપત્તિનો નાશ, દુર્જન લોકોથી ભય–આ પ્રમાણે દુઃખે મારા બાળકાળમાં મારે ભેગવવા પડ્યા તેથી હું માનું છું કે સંસારમાં મારી જેવી દુઃખી સ્ત્રી બીજી કઈ હશે નહીં. હે પૂજ્ય ! મારું આ સમસ્ત વૃત્તાંત સાંભળીને સહદય એવા આપે દુઃખ પામવું નહીં, કારણ કે પૂર્વના કોઈપણ ભવમાં મેં જે દુષ્ટ કર્મરૂપી બીજ વાવ્યું હતું તેનું પાકીને તૈયાર થયેલું સંપૂર્ણ ફલ મને પ્રાપ્ત થયેલ છે. ” આ પ્રમાણે બેલતી દમયંતીના સ્પષ્ટ અને પવિત્ર વચનને સાંભળીને સમસ્ત મુનિગણે નેત્રોમાંથી એકધારી અશ્રવૃષ્ટિ કરી. ૨. સર્ગ આઠમે. ? S [ મુનિવરે કહેલ શકુંતલાનું કથાનક ] فورفكاغكافح لمكافحك 3 આ પ્રમાણે દમયંતીનું કથન સાંભળીને જ્ઞાની અને પ્રફુલ દૃષ્ટિવાળા મુનિ ww w નિઃસાસો નાખીને જલદી બોલ્યા–“ખરેખર આશ્ચર્યની વાત છે કે જેના માટે પૂર્વે દે પૃથ્વીપીઠ પર આવ્યા હતા તે તું દમયંતી છે અને તે તારા સ્વામી નલ છે. ચહેશ્વરી દેવીની સેવા કરનાર ભીમરાજાને દમનક મુનિએ તને પ્રથમ સંતાન તરીકે આપી હતી. ખરેખર મહાકણની વાત છે કે-આ બાબતમાં અમે શું બોલીએ અને શું કરીએ? કે જેના પિતા ભીમ અને હવામી નલ બંને સાર્વભોમ રાજા છે. જેને વનમાં કે મહેલમાં, સૂર્યના કિરણે સ્પશી શકે નહિ, રૂ૫ તથા સંપત્તિથી જેની સરખી બીજી કઈ સ્ત્રી હોઈ શકે નહી, જે દાન તેમજ માન આપે છે, પુણ્ય તથા પાપને જે 5 પ્રત્યે જે ભક્તિભાવવાળી જાણે છે, શાસ્ત્ર અને સંગીતમાં જે કુશળ છે, દેવ અને ગુરુ પ્રત્યે જે ભક્તિભા છે, મનુષ્ય, દેવો, સ્ત્રી, પુરુષો, ગૃહસ્થીઓ તેમજ યતિજનવડે, શ્રેષ્ઠ ગુણ હોવાને કારણે, જે વખાણવા લાયક છે તેવી દમયંતી જેવી સ્ત્રી આજે આવા પ્રકારની દુર્દશાને પ્રાપ્ત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy