SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દમય ́તીને વિલાપ. [ ૧૬૭ ] તેણી નલને જોવા લાગી. પાંદડાંના ખખડાટને લીધે નલના આગમનની શંકાને ધારણ કરતી દમયંતી પહેલાં જોવાયેલાં હતાં તેવાં વનપ્રદેશેાને ફરી પણ જોવા લાગી. વળી સરાવરને કિનારે, સાયંકાળે મનાવેલી પેાતાની શૂન્ય શય્યાને, જાણે ભૂમિમાંથી ખાદીને બહાર કાઢેલ નિધાન હૈાય તેમ વારંવાર જોવા લાગી. આ પ્રમાણે નલના વિયેાગથી દમયંતી, નલને શોધી કાઢવાને માટે, ચેાગિનીની માફક શીત, ગરમી, ભૂખ અને તરસને પણ જાણતી નહાતી. નલને શેાધી કાઢવામાં એક માત્ર તત્પર બનેલી તેણીને શ્રમ ( થાક ), ભય, ઇર્ષ્યા, સંતાપ અને ભ્રમ કંઈપણ થયું નહીં. કાંટાથી ચીરાયેલા અને લેાહીથી રક્ત બનેલા તેણીના અને ચરણેા જાણે મે'દીના રંગથી રંગાયા ઢાય તેમ શાભવા લાગ્યા. “ હું સ્વામી ! હું સ્વામી!” એ પ્રમાણે ખેલતી, અશ્રુએથી ભૂમિભાગને સિંચતી તેણીએ, ચાતક પક્ષીઓના ધ્વનિથી વ્યાપ્ત બનેલ વર્ષા ઋતુની શેાભાને ધારણ કરી. આ પ્રમાણે ચારે માજી તપાસ કરતી, નિરાશ બનેલી, અને નિષ્ફળ પ્રયત્નવાળી દમયંતી ટીંટાડીના જેવા સ્વરથી રુદન કરવા લાગી. “ અરે! સાયંકાળે તે હું મારા સ્વામીની સાથે હતી અને પ્રભાતકાળે તા હું સ્વામી રહિત બની ગઇ. ખરેખર દુષ્ટ કર્માનું ફળ તાત્કાલિક ઉદયમાં આવે છે. રાજ્યભ્રષ્ટ થવાનું મને દુ:ખ નથી, આવા પ્રકારનું પરિ ભ્રમણ પણુ દુ:સા નથી પરન્તુ સ્વામીનેા આ વિયેાગ મારા હૃદયને ચીરી નાખે છે. જાણે, આકાશમાંથી હું નીચે પડી હાઉં અથવા તેા પાતાલમાંથી બહાર આવી ડાઉ તેમ દુ:ખમાં ડૂબી ગયેલી મને કાઇપણ આલખનભૂત નથી. જગતના નેત્ર સમાન સૂર્ય ભગવાન દૂરથી થ્રુ સાંભળે ? જગતમાં વ્યાપેલ પશુ સંજ્ઞા રહિત પવન પણ શું જાણે ? આ બન્નેમાંથી કાની પાસે જઈને મારે પૃચ્છા કરવી ? ખીણું, પર્વત, નદી વિગેરેથી બ્યાસ આ વન છે; ફક્ત એક મારા સ્વામી નલ જ આ વનપ્રદેશમાં જાતા નથી. ભાંગી ગયેલા સઢવાળી નૌકા જેવી તેમજ નલથી ત્યજાએલી હું દુ:ખ દેવાને માટે પિતાની પાસે કઇ રીતે જાઉં ? ત્યાં રહેલા માતા-પિતા, સખી, વહુએ અને સહુચરીઓના હૃદયને શલ્ય સરખી મારા જીવિતથી શું પ્રયેાજન છે ? પુત્રી પ્રત્યેના સ્નેહથી મૂઢ અનેલા તેએાના મુખથી મારે હમેશાં મારા સ્વામીની અપકીર્તિ સાંભળવી પડશે, તેા હવે આ વનપ્રદેશમાં શીકારી જાનવરોથી, ઉથ્ર વિષવાળા સર્પોથી, મ્લેચ્છ જાતિના માણસોથી અથવા તેા દાવાનલથી મારું મૃત્યુ થાય તે શ્રેષ્ઠ છે, કારણ કે સ્વામીની પ્રાપ્તિ નહીં થવાથી આ વિષયમાં અન્ય ખીજું કંઇ કરવાનું મારી બુદ્ધિરૂપી ચક્ષુ જોઈ શકતી નથી, અર્થાત્ હવે મારા માટે મૃત્યુ જ એક ઉપાય છે. મે પૂર્વભવમાં શું પૂર્ણ તપશ્ચર્યા નહીં કરી હોય ? શુ પૂરેપૂરું દાન નહીં દીધુ હાય ? શું ધર્મશાસ્ત્રોને! પૂર્ણ અભ્યાસ નહીં કર્યો હોય ? અથવા તો શુ મે મૈત્રીના ભંગ કર્યો હશે? કે જેથી અત્યારે ( સમય વિના) અનવસરે મને સ્વામીના વિયાગ થયેા. શુ મે' કાઇની ચારી કરી હશે ? શું મેં ખાટા ઉપદેશ આપ્યા હશે ? શુ મારાથી અયેાગ્ય વચન મેલાયા હશે ? શું મેં કાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy