SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કુલ ૫ મ. સગે બીજે. આભૂષણરૂપ! હે વીરસેન રાજાના પુત્ર! હે નિષેધ દેશના રાજા! ” આ પ્રમાણે વિલાપ કરીને પરવશ બનેલ, મૃદુધીમું રુદન કરતી દમયંતી મૂછ આવવાથી પૃથ્વી પર પડી ગઈ. કુહાડાથી કપાયેલ મૂળિયાવાળી લતાની માફક પૃથ્વી પીઠ પર પડેલી અને નિશ્રેષ્ઠ દમયંતીને જોઈને, વનદેવીઓના અંત:કરણમાં અત્યંત દયા પ્રગટી, દિશાના છેડાએ ગાઢ વૃક્ષોથી જડ જેવા બની ગયા, (અર્થાત્ વનરાજી સ્થિર બની ગઈ) સૂર્ય કાંતિહીન (ઝાંખો) બની ગયો અને પુષ્કળ ઝરણાઓના ભયંકર વિનિથી એક મુખવાળો બનીને પર્વતને સમૂહ જાણે વિલાપ કરતે હોય તેમ અવાજ થવા લાગે અર્થાત્ પર્વતના શાંત ઝરણાએને અવાજ પણ ભયંકર ભાસવા લાગ્યું. દમયંતીના દુઃખથી દુખી બનેલા વાંદરાઓએ એ વૃક્ષની ડાળીઓને ધ્રુજાવી નહીં, પાંદડાઓના સમૂહ ધ્વનિ કરે બંધ કરી દીધે, પક્ષીઓના મુખ ન ઊઘડ્યા અને હરણીઓએ મુખમાં તરણું પણ ન લીધું. તે સમયે ભમરસમૂહના ઝંકારથી સૂચવતી હોય તેમ કમલિનીએ તેને ઉદ્દેશીને કહ્યું કે–“હે દમયંતી! તું જે, જેના હૃદયમાં સ્ત્રીહત્યાની પણ ધૃણા નથી તેને માટે તું શાને માટે ફેગટ ખેદ કરી રહી છે? ઊઠ અને તારા પિતા ભીમરાજાના મંદિરે જલ્દી જા.” પછી જલબિંદુથી મિશ્રિત બના ઝાડને સ્પશીને વાતા વાયુવડે, સરોવરને કિનારે રહેલા વૃક્ષની છાયાથી, હસ્તનો ટેકે લેતી દમયંતીની મૂછો દૂર થઈ ગઈ. – C –– વિલ સર્ગ બીજો. [દમયંતીએ ચેતરફ નલની કરેલ શૈધ વસ્ત્રના છેડે લખેલ સૂચના-વાંચન] 本本本本本本本本本 આ પ્રમાણે ચેતન્ય પામેલ, પૂર્વ સંસ્કારના સામર્થ્યથી જાણે નવું જ રૂપ ધારણ ---------“ક” કર્યું હોય તેવી દમયંતી નલની શોધ કરવા લાગી. જો કે કલિ તેની પાસેથી નલને દૂર કરવા સમર્થ બન્યા છતાં તેણીના મનમાંથી તેને દૂર કરવા કોઈપણ શક્તિમાન ન હતું. વીજળી સરખી તેજવી, પૃથ્વીના વિષમ પ્રદેશમાં રહેલ, દમયંતી નલને શોધવા માટે આમતેમ ભમવા લાગી. વૃક્ષની ઊંચી શાખાઓ પર ચઢીને, વૃક્ષની સાથે વળગેલી લતાઓને અળગી કરીને તેમજ ગુફાઓ અને ખીણમાં દાખલ થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy