SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ હess નલનું દમયંતીને આશ્વાસન. [ ૧૫૧ ] નજર કર, હું તે જ નલ છું. હે કોમળાંગી! તું સમસ્ત પ્રકારે ચતુર છે. હે ભીમરાજાની પુત્રી ! તને અત્યારે શું થઈ ગયું છે? તે વૈદભ! જગતમાં તું સમત તત્વને જાણે છે અને છતાં પણ તારા હૃદયમાં તું ખેદ પામી રહી છે. તું મારી શુશ્રષા કરવી છેડી દે અને રસ્તાના થાકને લીધે આવી ગયેલ જવરને કારણે શિથિલ બનેલા અંગોને લીધે હવે તું સૂઈ જા. હું પણ તારી નજીકમાં જ છું. હે ચંદ્રમુખી ! જાગતો એવો હું તારી રક્ષા કરું છું.” આ પ્રમાણે દયા અને ધીરતાપૂર્વક નલથી આશ્વાસન અપાતી દમયંતી, હૃદય-કંપ દૂર કરીને, મનમાં દેવાધિદેવ વીતરાગ પરમાત્માનું સ્મરણ કરીને કુમુદના પાંદડાની પથારીમાં સુખપૂર્વક સૂઈ ગઈ. “ધૂળ અને મચ્છરજન્ય પીડા ન થાઓ” એમ વિચારીને, પોતાના વસ્ત્રથી સ્વામી નલને ચારે બાજુ લપેટીને, તે વિશ્વના છેડાને પાછો પોતાની શયા નીચે દબાવીને, સ્વામીના ચાલ્યા જવાના ભયને દૂર કરીને દમયંતી નિરાંતે ઊંઘવા લાગી. “વાત્સલ્યને કારણે માતા જેવી, વિનયને અંગે પુત્રવધૂ સરખી, સત્ય ગુણ યુક્ત હોવાને લીધે તીર્થ સમાન, ચતુરાઈને અંગે મંત્રી તથ, પરિચય કરવામાં સખી સદશ, ચરણ-સેવામાં દાસી સમાન તથા મારા બીજા શરીર સરખી, વધારે શું વર્ણવું ?-આ સર્વ પ્રકારના ગુણેવાળી મારી પત્ની દમયંતી છે.” આવા પ્રકારની દમયંતી મારી પાસે હોવાને કારણે મને કયા પ્રકારનો ખેદ હોય અથવા તે હું શું હારી ગયો છું? અર્થાત મારી પાસે સર્વગુણ સંપન્ન દમયંતી હોવાથી હું કંઈ પણ હારી ગયો જ નથી. જ્યાં સુધી જગતમાં વિસ્તરેલી કીર્તિરૂપી કુમુદવાળી દમયંતી મારી પાસે રહેલ છે ત્યાં સુધી સમસ્ત કુટુંબ મારી સાથે જ રહેલું છે તેમજ વનવાસ ભેગવતાં મને રાજ્ય પણ છે. ” આ પ્રમાણે વિચારતાં અને દમયંતીના વસ્ત્રરૂપી બંધનથી બંધાયેલ નલને દમયંતીથી જલદી ભિન્ન કરવા માટે, ત્રણે જગતને કષ્ટ આપવામાં શયરૂપી ચાતુર્યવાળ કલિ, દમયંતીના ગુણોથી ગુપ્ત રીતે ગુંથાયેલ નેહરૂપી તંતુને સહન કરી શકે નહીં અર્થાત નલ તથા દમયંતીને કોઈ પણ પ્રકારે અલગ કરવા માટે કલિએ નિર્ણય કર્યો. S . ST =-= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy