SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ર ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ અગિયારમે. સર્ગ અગિયારમે છે & રરર [ નલનું મનોમંથન : દમયંતીને વસ્ત્રને છેડે કરેલ સૂચન : દમયંતીને કરેલ ત્યાગ ] ACT :- 1 | એક છીપમાં ઉત્પન્ન થયેલા બે મોતીની માફક એક વસ્ત્રથી વીંટળાયેલ નલ દમયંતીનું યુગલ શોભવા લાગ્યું. દમયંતીના લલાટપ્રદેશમાં રહેલ દેદીપ્યમાન અગ્નિની જેવા કાંતિવાળા તલકે તેણીના મસ્તકપ્રદેશ પરના અંધકારને હાંકી કાઢયું.–દૂર કર્યું. પ્રિયાના આલિંગનજન્ય રસમાં તરબળ બનેલ અને સ્વસ્થ નલને જોઈને, બુદ્ધિહીન કલિએ વિચાર્યું કે-નલને મેં જે રાજ્યભ્રષ્ટ કર્યો છે તે તદ્દન નિરર્થક કરેલ છે. બાદ સ્મરણ માત્રથી જ આવી પહોંચેલ સેવકવર્ગવાળા કલિએ, પિતાને ઉત્કર્ષ દર્શાવવાને માટે નલ પ્રત્યે હમલે કરવાની શરૂઆત કરી. સામ્રાજ્યને ઉપભોગ કરવામાં ૨કત બનેલ નલ, વનવાસથી પ્રગટેલ કષ્ટને અનુભવતો ઘણા સમય સુધી ખેદ પામ્યો. આ બાજુ, નાની બંને ભુજારૂપી પાંજરામાં રહેલી પોતાની કાયાને જાણને, શંકા રાહત બનેલ દમયંતી સુખપૂર્વક નિદ્રા લેવા લાગી. આકાશમાંથી પૃથ્વીતલ પર પડેલ ચંદ્રકલા સરખી દમયંતીને જોઈને નલ, ગુપ્ત ચરિત્રવાળા ભાગ્યને લાંબા સમય સુધી નિંદવા લાગ્યો. તૂટી ગયેલા રત્નની માફક ફરી પિતાને રાજ્ય પ્રાપ્ત થવાનું અશક્ય જાણુને હતાશ બનેલ નલની ધીરજ ખૂટી ગઈ. દમયંતીની દ્રષ્ટિથી અગોચર બનવાને ચાહતે અને કલિના સામર્થથી જેનું ગુણ-ગોરવ નષ્ટ થઈ ગયું છે તે નલ શરમ બનીને વિચારવા લાગ્યા કે–ત્રણે લેકને વિષે મંગલકારક, ભીમરાજાની પુત્રી, દમની બહેન, વીરસેન રાજાની પુત્રવધૂ દમયંતી, મારા જેવા સ્વામીથી પીડા પામી રહી છે. અંડ(પરી)ની માળાથી શોભતા શંકરના મસ્તક પર ચંદ્રકલા ન શોભે તેમ મારા જેવા જુગારીની પાસે દમયંતી જેવી સતી શ્રી રહે તે ઉચિત નથી. ક્ષીણ થતો (આથમત) ચંદ્ર જેમ રાત્રિને છોડીને ચાલ્યો જાય તેમ હું દમયંતીને ત્યજીને શૂરવીર એવા કોઈ એક રાજવીની પાસે જઈને રહીશ. વનમાં એકલી ભરઊંઘમાં સૂતેલી, પ્રાણપ્રિય દાસીની જેવી, કુલીન અને સતી દમયંતીને ત્યજી દઈને, કુલીન પુરુષોને ખરેખર નિંદનીય એવો હું ફક્ત પેટભરાપણાને સવીકારી રહ્યો છું. “પિતાની સ્ત્રીને ત્યાગ કરવામાં સમર્થ એ કેઈ નલ નામને રાજા હતા.” આવા પ્રકારની પ્રસિદ્ધિ-ખ્યાતિ ત્રણ જગતમાં ભલે ફેલાય-આ પ્રમાણે વિચારીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy