SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૮ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ જ છે. સર્ગ દશમો. દુઃખ આપી રહી છે. દેશ-કાળનો નિર્ણય કર્યા સિવાય તેમજ કોઈપણ હેતુ નિર્ણત કર્યા સિવાય આપણે શીધ્ર ચાલી રહ્યા છીએ. આવી રીતે વિચાર કર્યા વિનાનું ચાલવું તે સાધુ પુરુષને ઉચિત નથી, પરંતુ રાજાઓને વિષે ચંદ્ર સમાન હે રાજા ! રાજાઓની આ રીત નથી. સમસ્ત જગતના વિજેતા તમે પૂર્વે દરેક દિશામાં બીજા રાજાઓને તમારા દાસ બનાવેલા છે, તે અત્યારે તમારું આવા પ્રકારનું છિદ્ર જોઈને તમને તેઓ મુશ્કેલીમાં ન મૂકે. હમણાં તમારા ગ્રહ પ્રતિકૂળ છે અને જ્યાં સુધી આ આફત તમને પડી રહી છે ત્યાંસુધી તમે મારા પિતા ભીમરાજાને ત્યાં રહે. હે નાથ ! તમે મારા પર આ પ્રકારની મહેરબાની કરો. વિશ્વને વંદનીય અને પ્રિય અતિથિ સરખા તમને પ્રાપ્ત કરીને ઘરમાં વસવા છતાં પણ હાલમાં મારા પિતા ભીમરાજા સહેલાઈથી તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત કરો.” રતિક્રીડાના સમય અથવા અસમયને સમજનારી દમયંતીથી આ પ્રમાણે પ્રાર્થના કરાયેલ તેમજ પારકાના આશ્રયને નહીં ચાહતો નલ જલદી શરમાઈ ગયો, અને દમયંતીને કહ્યું કે-“હે દેવી! ભલે એમ છે. તમે જે કહે છે તે બરાબર છે.” એમ કહીને ગવીંછ અને કાચબાની માફક વશીભૂત ઇદ્રિયવાળો નલ, પિતાની પ્રિયા સાથે, તાપને દૂર કરનાર તેમજ પુષ્કળ જળવાળા સરોવરને કિનારે પહોંચી ગયા બાદ દમયંતીથી વિકસિત કમળસમૂહની સુગંધવાળું, પાંદડાંમાં લવાયેલ શીતલ જળનું પાન કરીને નલે, તે વનપ્રદેશને સાક્ષી રાખીને સરોવરના કિનારા પર ઊગેલા આંબા અને બીજેરા વગેરે વૃક્ષોને કુલથી ભેજન કર્યું. હeeeeeSeeeeee સર્ગ દશમે. 999004666666 [દમયંતીને ત્યાગ કરવાને નલને વિચાર દમયંતીનું હદયમથન: શંકાશીલ વૃત્તિ.] * બાદ, તેણે બહાર નીકળેલ કેળના ફૂલ સરખા( રકત) સૂર્યને અર્ધબિંબને -અસ્તાચલના શિખર પર જોયું અર્થાત્ સૂર્યાસ્ત થવા લાગ્યો. પછી સમસ્ત વિશ્વમાં અંધકાર વ્યાપી ગયો ત્યારે પક્ષીઓ શીધ્ર વૃક્ષોના શિખર પર (પિતાના માળામાં) આવી ગયા. વળી, ઊંચ-નીચના ભેદોને તોડી નાખો અને જગતને એકાકાર કરતે અંધકારને મહિમા, કલિયુગની માફક અત્યંત પ્રસરી ગયે અર્થાત સર્વત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy