SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નળને વનવાસ. [ ૧૪૫ ]. સર્ગ નવમે. [નલને ભીલ્લલકે સાથે સંગ્રામ: પક્ષીઓએ કરેલ નલના ઉત્તરીય વસ્ત્રનું અપહરણ: પક્ષીઓએ નલને કહેલ સ્વવૃતાંત: દમયંતીનું રાજાને શાંત્વન ] આ પ્રમાણે રાજને ત્યાગ કરનાર, માત્ર પ્રિયાના પરિવારવાળો અને બુદ્ધિહીન - ~બનેલ નલે નેતરના વૃક્ષ નીચે આશ્રય લીધે. ત્યાગ કરાયેલ નગરને જેતે, દીર્ઘ અને ઉષ્ણ નિ:શ્વાસ નાખતા નલે પિતાના અંતઃકરણમાં પોતાના આત્માને ગુન્હેગાર જેવો ગયે. આ પ્રમાણે કર્તવ્યશૂન્ય અને સમસ્ત પ્રકારના ઉપાયો થી પરાંગમુખ બનેલ રાજા દમયંતી સાથે પણ બોલ્યા નહીં. રાજદંડના ભયથી તેમજ કૂબરની આજ્ઞામાં રહેનાર નાગરિક લેકે નલને અનુસરી શક્યા નહીં–તેની સાથે જઈ શક્યા નહીં. શય્યા અને આસનથી ત્યજાયેલ અને પાન તથા અશનથી રહિત તેમજ આવાસ વિના વનમાં રહેતો નલરાજા સાધુપુરુષની માફક શોભી ઊઠ્યો. બલિષ્ઠ કલિયુગથી રાજ્યષ્ટ થયેલ નલ શું કરી રહ્યો છે તે જાણવાને માટે જ જાણે હોય તેમ સૂર્ય આકાશપથમાં ઊંચે આવ્યોકલિની માફક ગ્રીષ્મ ઋતુના તે તીવ્ર તાપે પણ નવીન દુઃખવાળા નલરાજાને કંઈક ખેદ પમાડે. બાદ ગંગાના માતાઓને પૂછવાને કારણે નલના મનને બીજી બાજુ ખેંચી જવા માટે, કદલીના પાંદડાથી વાયુ ઢળતી દમયંતીએ નલને પૂછયું કે–“હે નાથ ! મનોહર ઊંચા મોજાંવાળી, મુશ્કેલીથી પાર કરી શકાય તેવી અને જગતમાં પ્રસિદ્ધિ પામેલી જે ગંગા નામની નદી છે તે શું આ જ છે ?” પતિભક્તા દમયંતીવડે આ પ્રમાણે પુછાયેલા નલે ઉચિત વચનો દ્વારા ગંગાનું માહાતમ્ય કહેવું શરૂ કર્યું -“હા, હે દેવી! આ જે જવાય છે તે ખરેખર સાક્ષાત્ ગંગાનદી છે. તુષ્ટ થયેલી તે ચક્રવતીને નવ નિધિઓ અર્પણ કરે છે. હે સુંદર દેહવાળી ! કમળાક્ષિ! મૃદુવાણી બોલનારી સુશીલા! તું ગંગાના અત્યંત શીતલ સ્વચ્છ પાણને સ્પર્શ કર !” આ પ્રમાણે બેલતા નલરાજાએ દમયંતીની સાથે ધીમે ધીમે ગંગાના જળપ્રવાહ સમીપે પહોંચીને તેના જળમાં માહિક નાન કર્યું. બાદ દૈવથી તિરસકારાયેલ પૃથ્વીના સ્વામી નલરાજાએ માત્ર જળપાન કરીને જ તે દિવસ પસાર કર્યો. જેમાં પવન વહી રહ્યો છે તેવા તેમજ અલગ થઈ ગયા છે ચક્રવાક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy