________________
[ ૧૪૪ ]
શ્રી દમય'તી ચરિત્ર : સ્કંધ ૪ થા. સગ' આઠમેા.
નગરી ! તને મારા નમસ્કાર હા ! હે કુલરાજધાની ! મારા રહેવાના આવાસને તું ભૂલી જઈશ નહીં. ડે ક્રીડાવન 1 ફરીવાર તું મારી દૃષ્ટિપથમાં આવજે. અર્થાત્ તું ફરીવાર મને દર્શન દેજે. અને હું ગૃહ! તું પણુ કાઇ વખત મને યાદ કરજે. હે ગવાક્ષ ! તું મને ત્યારે નજરે પડીશ ? હૈ હીંડાલા ( હીંચકા ) ! તું હમેશાં વિજયી બનજે. તારું કાય ચાલુ રાખજે. હૈ સારિકા ( મેના ) તું વિલાપ ન કર, હું પાપટ ! તું આંસુ રાકી રાખ અને હું વત્સ ક્રીડામયૂર ! તું વનમાં ચાલ્યેા જા. ”—આ પ્રમાણે બધાની વિદાય લઈને જતી દમયંતીને, સન્મુખ આવીને પ્રણામ કરતી નિષધા નગરીની આંસુ સારતી સમસ્ત જનતાને કૂબરના સેવકાએ જલ્દી દૂર કરી.
“ હે દુષ્ટ દેવ ! ખેદની વાત છે કે-રાજાએની જે વિપરીત દશા તું કરે છે તે તારી વિનીતતા છે અર્થાત્ તારા પારને પહેાંચી શકાતું નથી. પૃથ્વીને વિષે રાજ્યની ખાતર નાના ભાઈ માટા ભાઇ પ્રત્યે ભક્તિના ત્યાગ કરે તેવા નિ ંદિત રાજ્યàાભને ધિક્કાર હા ! નલની પાછળ જતી દમયંતીને કૂબરે રાકી નહીં, તે ખરેખર તેણે ડહાપણનું કામ કર્યું. જો તેણે તેમ ન કર્યું હાત તે। દમયંતીએ તેને શ્રાપ આપ્યા હાત અથવા તેા ભીમ રાજા જલ્દી તેના દેશને છિન્નભિન્ન કરી નાખત. વિશ્વને વિષે નલ રાજા સત્યવ્રતનું પાલન કરનાર છે, જેણે જુગારી કૂબરને પેાતાનું રાજ્ય આપી દીધુ. જે એકલા નલ રાજાએ ક્રોચક ને હણી નાખ્યા તેનું એક તણુખલું પણ લેવાને, લડવા સિવાય કાણુ સમર્થ થઈ શકે ? ’–આ પ્રમાણે પરસ્પર થતાં પૌરજનેાના વાર્તાલાપને સાંભળતા નલ નગરી બહાર ગયા અને ત્યાં સરોવરને કિનારે, રહેલા એક મહામ્તભને જોઈને, જેના સ્વરૂપને ખ્યાલ ન આવી શકે તેવા સમુદ્ર સરખા નલ રાજા વિચારવા લાગ્યા કે—“ જે સ્થળે પૂર્વે હું ચામરથી વીંઝાતા અને છત્ર ધારણ કરતા તેમજ હજારા સૈનિકાથી પરિ વરીને આવતા હતા તે જ રાજમાગે ક્રમય'તી સાથે ચાલી રહેલા મને લેાકેા જોઇ રહ્યા છે. દુશ્મનાએ મને જીતીને મારી રાજલક્ષ્મી લઇ લીધી નથી, પરંતુ નાના ભાઈએ મને જુગારમાં જીતી લીધા તેથી શું થયું ? લેાકેા પેાતાના ચિત્તમાં, આ વિષયમાં મને બલહીન માને છે તેા હવે હું લેાકેાને મારું બલ બતાવું. '
આ પ્રમાણે વિચારીને સરખી ચાર ઠાંસવાળા, છ ગાઉ ઊંચા, સેા હાથના થતું લાકારવાળા તે મહાસ્તભને ઉખેડીને, આકાશમાં ધેસરાની માફક જલ્દી ઊંચે ઉછાળીને, ફરીથી તેને પકડીને, વા હસ્તવાળા નલે તે જ સ્થળે તેને પુન: સ્થાપન કરી દીધા. આ પ્રમાણે આશ્ચર્ય પામેલા અને નલના બાહુબલને જોતાં લકાએ સ્તંભની પાસે આવીને નીચે પ્રમાણે લખેલ પ્રશસ્તિ વાંચી કે- જે ત્રણ ખંડના સ્વામી થશે, તે આ સ્તંભને ઉખેડીને ફરીથી તેનું સ્થાપન કરશે. ” નાગરિક લાકે આ પ્રકારની ઐતિહાસિક ઘટનાને જાણવાથી, જેને ફરીથી ભવિષ્યમાં લક્ષ્મી પ્રાપ્ત થવાની છે તેવેા નલ, દમયંતી સાથે ગંગા નદીના કિનારે આવી પહાંચે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org