SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થો. સર્ગ આઠમો. 5 છેસર્ગ આઠમે. શિ. [ સર્વસ્વ હારી જતાં નલનું પરદેશગમન: નાગરિક લેકેની વ્યથા દમયંતીનું સહગમન: નલે લેકેને બતાવેલ પિતાનું બળ] Oબeeeeeeeeee આ પ્રમાણે સર્વ રવ હારી ગયેલા, વિશ્વને વિજય કરનાર અને દુઃખી જનની do we પીડા દૂર કરનાર નળે લેશમાત્ર દુખ ધારણ કર્યું નહીં. નલના સિંહાસન પર બેઠેલા કૂબરને રાજાઓએ તક્ષણ પાંચ પ્રકારના ધ્વનિપૂર્વક અભિષેક કર્યો. જ્યારે સૂર્ય અરત પામે છે ત્યારે અગ્નિની ત જેમ પ્રકાશી ઊઠે છે તેમ નલરાજા તેજહીન બનતાં કુબરની આજ્ઞા પ્રવર્તવા લાગી. રાજ્યભ્રષ્ટ થયેલા અને નિર્મળ મનવાળા મહાત્મા નલને શલ્ય સરખા જાણીને કૂબરે પોતાના દેશમાંથી હાંકી કાઢ્યો. કઠોર ભાષા બોલનારા, શસ્ત્રધારી એવા ક્રૂર માણસોને સર્વત્ર મૂકીને કૂબરે નલની પાછળ જતાં નાગરિક લોકોને અટકાવ્યા. નાની કનકવતી પ્રમુખ રાણીઓને પણ કૂબરે છોડી નહીં, પરંતુ તે તે રાણીઓના પિતાઓની માગણીથી કૂબરે તેઓને પિયર મોકલી આપી. નલના સેવકોથી ત્યજી દેવાયેલ અને કુબેરના સેવકોથી અટકાવાયેલ દમયંતીએ કોઈપણ વ્યક્તિને પોતાને અટકાવનાર તરીકે ગણી નહીં. તેને આવતી સાંભળીને કૂબર શીધ્ર ઊભું થઈને પિતાની સાથે જ એકદમ ઊભા થઈ ગયેલા સામંતોની સાથે તેની સામે ગયા. કેણ એવી વ્યક્તિ છે કે જે સમુદ્ર પર્યન્ત શાસનવાળા ભીમરાજાની શંકા ન રાખે? તેનાથી ભય ન પામે ? દેએ નલને આ મારી ભાભી પતિવ્રતા દમયંતી આપેલી છે, તે એવું પાત્ર નથી કે જે આવા પ્રકારની લઘુતાને ગ્ય હોય. કણ એવું છે કે જે અગ્નિમાં ઝુંપાપાત કરે અને સિંહણને દેવાની ઈચ્છા કરે? આ જગતમાં સર્વને જીવિત પ્રિય છે. કોને મૃત્યુ વહાલું છે? આથી જીવિતને ચાહતા કૂબરે પતિવ્રતા દમયંતીની વાણથી પણ અવગણના કરી નહીં. ભક્તિપૂર્વક પ્રણામ કરીને પોતાની સન્મુખ ઊભા રહેલા કુબેરને દમયંતીએ પિતાના કુળ અને શીલને અનુરૂપ વચન કહ્યું કે –“હે રાજન ! મને મારા સ્વામીની સાથે જવાની આજ્ઞા આપે. હે દેવર ! તમે નિષ્કટક રાજ્ય કરો અને પૃથ્વીનું પાલન કરો. તમે વીરસેન રાજવીના પુત્ર છે, માટે તમને પણ રાજ્ય ઘટે છે, કારણ કે કંકણ જમણા કે ડાબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy