________________
રાજસભામાં દમયંતીનું આગમન.
[ ૧૩૫ ]
સુધી ટકી શકતી નથી તેમ નલરાજાના હસ્તમાં રહેલી દમયંતી સુખપૂર્વક લાંબા સમય કઈ રીતે રહી શકશે?” આ પ્રમાણે નલને દ્વેષ કરનારા તેમજ ઉદાસીન બનેલ પ્રજાજનો ઉપર વર્ણવ્યું તેવી રીતે તેમજ અન્ય પણ મનફાવતું બોલવા લાગ્યા. પછી નલના જ ધનથી સમૃદ્ધ બનેલા કુબરે નલને જીતી લીધે. ખરેખર જ્યારે ભાગ્ય વિપરીત બને છે ત્યારે પિતાનું જ શસ્ત્ર પિતાને વધ કરે છે.
બાદ પતિપરાયણ દમયન્તી મહાઅમાત્યની સાથે સામંત-સમૂહથી વ્યાપ્ત રાજસભામાં આવી પહોંચી. સેંકડો કંચુકીઓની સાથે તે સભામાં આવી રહી હતી ત્યારે
દેવી આવે છે એ પ્રમાણે ભયભીત બનેલા પ્રતિહારીઓને વનિ થવા લાગે. તેણું નજરે પડી ત્યારે સામતેએ અને હાથમાં પકડેલ પાસાવાળા કૂબરે પણ તેણીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યો. દમયંતીના આગમનથી સર્વત્ર શાન્તિ વ્યાપી ગઈ, રાજમંડળ–સામંતાદિક ચાલ્યા ગયા, કૂબર શરમાઈ ગયા અને નલે ધૃષ્ટતા ધારણ કરી. દમયંતીના આગમનને નિષ્ફળ બનાવવાને માટે તેના તરફ નહીં જતો, પાસાઓને ફેરવતે નલ અભિમાની પુરુષની માફક બે કે--“હે કૂકર ! શા માટે બંને હાથમાં પાસાઓને પકડી રહ્યો છે પાસાઓને ફેંક. શા માટે નકામો કાળક્ષેપ કરી રહ્યો છે?” ત્યારે પિતાના સ્વામી નલ તરફ હેતુપુરસ્પર આડી નજર નાંખીને દમયંતી કૂબરને કહેવા લાગી કે–
હે દિયર ! જુગટુ રમવું છોડી દે અને પોતાના કુલધર્મનો વિચાર કરે. જેમ સ્વગેત્રમાં વિવાહ-સંબંધ યુક્ત નથી તેમ સ્વગોત્રીય વ્રતક્રીડા શું યોગ્ય છે ? તમારા બંને પેકી કોઈ એકને જય તથા પરાજય થતાં તમારા બંનેમાંથી કોને સુખ અથવા દુઃખની લાગણું નહીં થાય ! કદાચ મહારાજા નલ મારું કથન ન સ્વીકારે, પરતુ હે કુબર ? શું તારો પણ મતિભ્રંશ થયે છે ? જેમ સ્થળ પર જલ સ્થિર રહી શકતું નથી તેમ અન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્ય આ જગતમાં કદી પણ કોઈની પાસે કાયમ ટકી શકતું નથી. જીતેલે જુગારી, “હું જીતી ગયો છું” એમ બોલે છે, પરંતુ વ્યસનથી છતાતા આત્માને જાણી શકતા નથી. દિયર ! જે તમે અધિક રાજ્ય મેળવવા માટે ઘતક્રીડા કરતા હો તે મારા પિતાનું મહારાષ્ટ્રનું રાજ્ય તમો સ્વીકારે. મારા આવાસમાં જે મણિ, માણિજ્ય, રતન, સુવર્ણ અને મોતી છે તે સર્વ તમે સ્વીકારો. વળી મારા હસ્તી, અશ્વ અને રથ પ્રમુખ જે જે સાધનો છે તે તમારે સ્વાધીન છે. અને તે સર્વ તમારા મહેલના આંગણામાં રહે. હે વત્સ! તું દયા કર, મારી વિનતિને સ્વીકાર. હે કુબર ! મારું કથન સવીકાર અને ધૂતનો દૂરથી જ ત્યાગ કર. તને ઘૂતકીડાથી પાંગમુખ બનેલે જાણીને નલ રાજા પણ સ્વયમેવ અટકી જશે. રાજાઓ પોતાની સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org