SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ ચે. બને કર્ણો જાણે તપાવેલા સીસાના રસથી ભરાઈ ગયા હોય તેમ પીડિત બન્યા. શંગારવાળી વારાંગનાઓને જેતે તે ખુશી થતો જ્યારે દેવમંદિરમાં નૃત્ય કરતી વારાંગનાઓને જોઈને તે રોષે ભરાતે આ પ્રમાણે વ્યાકુળ બનેલો કલિ નગરના મધ્ય ભાગમાંથી નીકળીને નગરની બહાર આરામને માટે મનહર બગીચામાં ગયો. ત્યાં આગળ, જેમ ચાંદની કામી પુરુષને બાળે તેમ દેવપૂજાને યોગ્ય વૃક્ષોની છાયા તેને અત્યંત બાળવા લાગી. સમસ્ત રાજવીઓ પર સ્વામીત્વ ભેગવનાર, સ્વજનરૂપી કમળવનની શોભાને ઉદલસિત કરનાર નલરૂપી સૂર્યથી પ્રકાશિત તે દેશમાં, અંધકારની માફક કલિને કોઈપણ સ્થળે કોઈપણ આશ્રયભૂત બન્યું નહીં.” પછી પોતાના ખેદને દૂર કરવાને ઈચ્છતે, આળસુ અને વૈરવિહાર રહિત બનેલ કલિએ, સ્નેહી જનની માફક પિતાના ફરફરતા પાંદડાંઓથી જાણે સંકેત કરતા હોય તેવા અક્ષ(બહેડા)ના વૃક્ષને દૂરથી જોયું એટલે બે હાથ પહોળા કરીને નાચતે કલિ તે ઝાડ પાસે આવીને, શઠ પુરુષના શિરોમણિ સરખા તેને આલિંગન આપીને, અર્ધગાઉના (૧૦૦૦ ધનુષના) પ્રમાણવાળી કાયાને ધારણ કરતાં તેમજ કુટિલ સ્વભાવ વાળ કલિ તે સુખકારક વૃક્ષના શિખર (ઊંચા ભાગ) પર ચઢી ગયે. સર્ગ ચેાથે. નિલ-દમયંતીને થએલ સંતાનપ્રાપ્તિ:વસંત ઋતુનું આગમન કલિએ છિદ્રજોઇને કરેલ પ્રવેશ.] અe & બહેડાના ઝાડ પર એક આંખવાળા કાગડાની માફક ચહેલો અને દુર બુદ્ધિવાળા -~-~~-~---- કલિ નલ રાજાના સામ્રાજ્યને રાત્રિદિવસ એકીટસે જોવા લાગ્યા. સાઠ હજાર વર્ષ પર્યન્ત તે વૃક્ષ પર રહેલા તેણે નલ રાજાનો એક અંશ માત્ર દેષ મેળવ્યું નહીં. સદાચારી, કુલીન, પવિત્ર કીર્તિવાળા, પ્રજાને સ્વામી, દુર્વિનયી જનને દંડ આપનાર, વિનયશીલ પુરુષોને રક્ષણકર્તા, ચતુર, પિતાના તેમજ પારકાના દેષને જાણ નાર, ગુણી, ગુણીજનો પ્રત્યે પ્રીતિ રાખનાર, લુચા જનોને માટે ભયકારક, સૌમ્ય, ધૈર્ય વાન, મનહર, ધર્મ, અર્થ ને કામ-એ ત્રણે પુરુષાર્થોને હમેશાં સરખા ભાવથી સેવનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy