________________
-
-
-
નલને કષ્ટમાં પાડવાની કલિની પ્રતિજ્ઞા.
[ ૧૨૧ ]
સર્વસ્વ હરણ કરાયેલ, રાજ્યભ્રષ્ટ, ક્ષુધાતુર, સર્વ જગતને દ્વેષ કરવા લાયક, ભીરુ, વૈર્ય રહિત, સ્ત્રીને સાથે રાખવી મુશ્કેલ છે તેમ વિચારીને દમયંતીને ત્યાગ કરનાર, એક વનમાંથી બીજા વનમાં રખડતા અને રુદન કરતા નલને હું જે ન બતાવું તે તમારે મને તમારી સભામાં આસન ન આપવું અર્થાત્ દાખલ ન થવા દેવો તેમજ મારી સાથે ફરી વાર મુસાફરી પણ ન કરવી. અર્થાત હું જે નલને કણમાં ન પાડું તે તમારે મારી સાથે કોઈપણ જાતને વ્યવહાર ન રાખવો.
આ પ્રમાણે બોલતા અને ક્રોધને અંગે રાતા નેત્રવાળા કલિને દે શાંતિપ્રદ વચ નથી શાન્ત કરવા લાગ્યા કે –“હે કલિ! ક્રોધને ત્યાગ કર, તારા અંતઃકરણને પ્રસન્ન બનાવ. આંધળા પુરુષની માફક સ્વેચ્છાપૂર્વક શા માટે ઉન્માર્ગે જઈ રહ્યો છે? અમે સ્વયંવર મહત્સવમાં ગયા તેથી અમે તારા ક્રોધપાત્ર કદાચ બની શકીએ, પરંતુ નલ પ્રત્યે તારે શા માટે ગુસસે થવું જોઈએ ? આ જગતમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, ધનવાન હોય કે દરિદ્વી હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, પરંતુ દરેકનું આચરણ-વર્તન મહાન હોવું જોઈએ. જે કઈ સદાચારી છે તે દેવને પણ માનનીય છે, જે કઈ તેવા પુરુષોને પરિચય કરે છે તે ખરેખર પુણ્યશાળી છે. જે દુર્જન પુરુષ છે તે કરમાં શ્યામપણાને, ચંદન વિષે ઉગ્રપણાને, અને સત્સંગમાં શઠપણને માને છે. જે કોઈ સજજન પુરુષોની સેબત કરે છે અને જેને ગુણરાગ અત્યંત નિશ્ચલ છે તે આ લેકમાં સમર્થ છે, સુખી છે, બાકીની વ્યકિતઓ પામર છે. ખરેખર સર્વત્ર ગુણવાળી વ્યક્તિ વખણાય છે, કારણ કે ગુણ (દેરા) યુક્ત સૂત્ર (સુતર) જ હમેશાં મસ્તક પર ધારણ કરાય છે. મહાસતી દમયંતી અને મહાપુરુષ નલના ગુણેના વર્ણન પ્રત્યે તને ઈર્ષ્યા કરવાનું શું કારણ છે? ધર્મા, કૃતજ્ઞી, શત્રુતા રહિત, મહાત્મા એવા નલ સાથે વેર બાંધવામાં તને કઈ જાતની પ્રીતિ થાય છે? નલને નષ્ટ કરવાને ઈચ્છતા ટ ટેડા સરખા તે, જેને તાગ નથી અને જેને પાર પામી શકાય તેમ નથી તેવા સમુદ્રનું શોષણ કરવા જેવું કાર્ય આરંભ્ય છે. તારા પરિશ્રમનું ફલ નિષ્ફળ છે. અને તું મનુષ્યની હાંસીને પાત્ર બનીશ; તે હે કલિ! ના પ્રત્યેને તારો ઈષ્યભાવ તું જલદી તજી દે.”
દેના આ પ્રમાણેના શાન્ત અને ગંભીર વચનથી, કંકાસના સાગર સમાન કલિ ઊલટે અત્યંત બળવા લાગ્ય-ભરાયે. પછી પોતાની ભુજાનું આસ્ફોટન કરીને તેમજ પિતાના બંને ખભાને વારંવાર નિહાળતે અને ભીષણ ભૂકુટીવાળો કલિ ઉચ્ચ સ્વરે બે કે-“હું ચતુર છું કે મૂર્ખ છું તેવી મારી ચિંતા કરવાની દવેને શી જરૂર છે? નલને રાજયષ્ટ કરીને પછી જ હું પૃથ્વીપીઠ પરથી સ્વર્ગમાં આવીશ એ માટે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org