SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કેપ ૩ જે. સર્ગ ચે. સર્ગ ચેાથ. [ દમયંતીનું સ્વયંવર મંડપમાં આગમન : રાજાઓની ઉત્કંઠા. ] . આ બાજુ દમયંતીના પ્રવેશને સૂચવતા ગંભીર સ્વરવાળા, ગાઢ ધ્વનિવાળા I = == અને ધીર તેમજ સુંદર છે તે પ્રકારના વાઘવિશે વાગવા લાગ્યા. મેઘ સરખા તે મંગલસૂચક મૃદંગના ધ્વનિએ જગતના પ્રાણીઓના મનરૂપી મયૂરને નચાવ્યા. હજાર પુરુષથી ઉપાડી શકાય તેવી, સૂર્ય સમાન તેજ સ્વી, હજાર શિખરથી વ્યાપ્ત, ઈસભા (સૌધર્મ) સરખી, પુષ્પસમૂહને અંગે ફીણવાળી, તેરાને અંગે ઈન્દ્રધનુષ યુક્ત, ચંદરવાને લીધે સંધ્યાકાળના વાદળા સરખી, ધ્વજાઓને કારણે વીજળી યુક્ત, ચાર ખૂણાવાળી, ચાર દરવાજાવાળી, ચતુર શિલ્પીઓએ ઘડેલી એવી રત્નમય શિબિકા ઉપર સખીઓથી વીટળાયેલી દમયંતી ચઢી. તે શિબિકાની પાછળ દમ, દમન અને દાત નામના દમયંતીના ત્રણે ભાઈઓ સૈન્ય સાથે સજ્જ થઈને ચાલવા લાગ્યા. કપૂર, ઝારી અને તાંબૂલના પાત્રની સાથે, પાળેલા મયૂર, કેયલ અને પોપટ વિગેરે મનરંજન કરનાર પક્ષીઓ ઈત્યાદિ રાજ્ય ઉપકરણથી વ્યાપ્ત હસ્તવાળી મોખરે ચાલનારી દમયંતીની દાસીઓ રાજમાર્ગ પર ચાલવા લાગી. ચંદ્રકલા સરખી દમયંતીને નજીક આવેલ જાણીને ત્રણે લોકવાસીઓની તે સમસ્ત સભા ક્ષેભ પામી. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ જાણે અમૃત હોય તેમ સભામાં પ્રવેશ કરતી તેણીનું દેવ, અસુર, મનુષ્ય અને સદે નેત્રના છેડાથી સૌંદર્યપાન કરવા લાગ્યા. દેવદૂતપણાનું કાર્ય કરવાથી જાણે નલને શિક્ષા કરવા માટે જ હોય તેમ પારક ફસા સરખી બંધૂક જાતિના પુષ્પની માળા લઈને દમયંતી આવી પહોંચી. મિત્રોની સાથે વાર્તાલાપ કરતા કેઈએક ઉઘાડેલા મુખવાળા રાજાએ તાંબલ લેવા માટે પિતાના સ્થગિધર પાસે હાથ લાંબો કર્યો. કમળને વળગી રહેલી પાંખડીઓને છૂટી પાડતા કેઈએક રાજાએ કમળની કળીને ધીમે ધીમે ઊઘાડી, તર્જની અને મધ્ય આંગળીના આંતરામાં નાગરવેલના પાનને મૂકીને, તેને અત્યંત દબાવતાં કેઈએક રાજાએ તે પાનને શીધ્ર છેદી નાખ્યું. પોતાના મિત્રોની સાથે રમતા કેઈએક રાજાએ પોતાના બંને હાથની અંદર રહેલા પાસાઓને, બાજી જીતી લેવાની વિચારણાથી ફેંક્યા. દમયંતીના અનુપમ દર્શન માત્રથી જ રાજાઓના સાડાત્રણ કરોડ રામ વિકસિત થયા અને શૃંગારરસના જલસિંચ નથી સાતે ધાતુઓનો ભંગ થયે તેમજ મન-વચન-કાય, તદ્રુપ (દમયંતીમય) બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy