SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દસિ સર્ગ સોળમે. સિરા 8િ9 [ બાલચંદ હંસનું આકાશમાગે આગમન: ધટનાનકરેલ સ્ફોટ: દમયંતીનું હર્ષિત બનવું: નળરાજાનું અદશ્ય થઇ જવું] مرمرم مي دهد 3 આ અવસરે આકાશપથમાંથી ઊતરતો, મનને આશ્ચર્ય પમાડતે, રૂપાની i m e ઘુઘરીઓના વનિ સરખા કોમળ અવાજને કરતે, પોતાના શાપનું તાત્કાલિક નિવારણ થવાનું છે એમ જાણીને સંતુષ્ટ ચિ નવાળો બાલચંદ્ર નામને હંસ ત્યાં આવી પહોંચ્યો. તેને ઓળખીને, નલવડે સન્માન કરાયેલે અને “જય” શબ્દ બોલતો હર્ષ પામેલો તેમજ વિચક્ષણ તે હંસ બોલે કે-“માલતી લતાને તૃષાગ્નિ( રેતરાવાળો અગ્નિ) સંતાપ પમાડે તેમ નિષ્કારણ વૈરી તે દમયંતીને આ પ્રકારે સંતાપ પમાડેલ છે. સૌમ્ય આકૃતિવાળા તારું હૃદય, ખરેખર, નિર્દય જણાય છે; કારણ કે કેમળ એવા કમળનું નાલ કઠિન જ હોય છે. હે રાજપુત્રી ! તમારે નલના કથનથી લેશ માત્ર ભય પામવાની જરૂર નથી, કારણ કે વાણમાં કઠિનતા લાવવી એ દૂતોને ધર્મ જ છે. મહેદ્રાદિ દેવ બલપૂર્વક કંઈ પણ કાર્ય કરતા નથી. સ્ત્રીઓનું અપહરણ કરવું તે તો અસુરોને-રાક્ષસોનો ધર્મ છે. હે રાજન ! તેં આટલા સમય સુધી દેવદૂતનું કાર્ય બરાબર બજાવ્યું. હવે તું કંઠે પ્રાણ આવેલ એવી તારી પત્ની પર છે. આટલા સમય સુધી વિરહાગ્નિથી બળતી પત્નીને દુવાક્યરૂપી પવનસમૂહથી વધારે બાળવી તે તારા માટે ઉચિત નથી. કેમળ વસ્તુઓને વિષે કમળતા અને કઠિન વસ્તુઓ પરત્વે કઠોરપણું દર્શાવવું તે પ્રશંસનીય છે. જમર કાષ્ઠ( લાકડા)ને કરી નાંખે છે, પરંતુ પુષ્પને જરા પણ ઈજા પહોંચાડતો નથી. આ રાજપુત્રી હેવા છતાં પૂર્વે, મારા જેવા તિયચને (પક્ષીને ), તારા સમાચાર મેળવવા માટે દાસીની માફક વારંવાર પ્રાર્થના કરતી હતી. હે રાજા! તું પ્રસન્ન થા. હું તને વિજ્ઞપ્તિ કરું છું કે–દેવની પ્રાર્થનાને દમયંતીએ જે અસ્વીકાર કર્યો છે તે તું સહન કર. આવતી કાલે પ્રાત:કાલે થનારા સ્વયંવર મંડપમાં તું તેમજ તે લોકપાલો આવશે ત્યારે આ રાજકુમારી પિતાની ઈચ્છાને પાર પાડે, માટે તે સ્વામિન્ ! આ સમયે આવા પ્રકારના નિંદ્ય દૂતકાર્યથી અટકે. જલદી તમારા આવાસે જાવ, કારણ કે હાલમાં રાત્રિ અ૯પ શેષ(બાકી) રહેલ છે. ઇંદ્રની આજ્ઞાથી નૈમેષી નામને દેવ, તમારા અહીંથી જવાની અપેક્ષા રાખીને તમારે આવાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy