SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૮]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કધ ૨ જે. સર્ગ ૧૧ મે. પિતાની દિશામાંથી (દક્ષિણ દિશામાંથી) આવેલ વાયુ (પવન ) નિરંતર દગ્ધ કરે છે. પશ્ચિમ દિશાનો સ્વામી વરુણ પણ પાશ નામના શસ્ત્રવાળો હોવા છતાં તમારા માટે પોતાના જીવિતને વિષે આશાભગ્ન બની ગયો છે. તારી અપેક્ષા રાખતા તેઓએ અત્યાર સુધીના દિવસે ગ્રીષ્મ કાળ સરખા તેમજ લાખ યુગ સરખા માનીને વીતાવ્યા છે. તારે સ્વયંવર જાણીને, વર્ગનો ત્યાગ કરીને આવેલા તે દિકપાળે હાલમાં આ પૃથ્વીને શોભાવી રહ્યા છે. પ્રેમસૂચક સમગ્ર સંદેશ લઈને, તેથી મકલાવાયેલ જંગમ લેખરૂપ હું તમારી પાસે આવ્યું , અર્થાત્ હું તેઓને દૂત છું. તેઓ મને સંદેશ કહેવરાવે છે કે--તારા દઢ બંને સ્તન સંપૂર્ણ આલિંગન આપીને કામદેવરૂપી અગ્નિથી દગ્ધ થયેલા વૃક્ષ સરખા અમો સર્વને તું નવીન અમૃત–મેઘની વૃષ્ટિ સમાન બન. હે કમલમુખી ! તે હવે આ લેકપાળે પ્રત્યે પ્રસન્ન થઈને સુખપૂર્વક સ્વર્ગને સ્વીકાર. જે તારા કુટુંબી. ઓના પ્રેમને ત્યાગવાને તું શક્તિમાન ન હો તો અમે તારી પૃથ્વી પર આવીને વસીએ. હે કમળમુખી ! સમગ્ર સંસારમાં સારભૂત તારા સુંદર મુખને જોઈને જે સમયે અમે કૃતાર્થ બનશું તે દિવસ કર્યો હશે ? તે ક્ષણ કેવી હશે ? તે મહત્ત પણ કેવું હશે ? તે સ્થાનક અથવા ગૃહ કેવું હશે ? અથોત તે દિવસ, ક્ષણ, મુહૂર્ત, સ્થાનને ધન્ય ગણશું. હે વેકભી ! તેઓને આ પ્રમાણેને તારા પ્રત્યે અસાધારણ પ્રેમ છે તે જગપ્રસિદ્ધ ઇંદ્ર, જીવિતના સ્વામી યમરાજ, પ્રદીપ્ત અગ્નિ અને શીતળ વરુણ-એ ચાર પૈકી ગમે તે તારા ચિત્તને રુચે તેવા લોકપાલને તું પરણું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy