SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ an snSSLCU સર્ગ બારમે. BESTFSF [દમયંતીએ નળને આપેલે યુક્તિપૂર્વક જવાબ.] તે દેવદૂતના વિચિત્ર વચન સાંભળીને દમનની બહેન દમયંતી મહાવિસ્મય -~-~~-~-~- પામી. હંમેશાં સાકર જેવી મિણ સ્વર્ગોગનાઓનું સેવન કરનારા તે દેને દાસી સરખી માનવી સ્ત્રીમાં જે રુચિ થવી તે ખરેખર આશ્ચર્યકારક છે. સંકલ્પ માત્રથી નળને પતિ તરિકે હદયમાં ધારણ કરીને સ્વસ્થ બનેલી મને શું તેઓ જ્ઞાનથી પરસ્ત્રી તરીકે નહીં જાણતા હોય ? સ્ત્રીને ઉદ્દેશી મોકલાયેલા દૂત સંબંધી વિચાર કરતાં મને જણાય છે કે-તે દેને સલાહ આપવામાં કંઈ તસ્કર (ચાર) જેવી વ્યક્તિ મળી નથી અર્થાત તેઓએ કોઈની સલાહ લીધી જણાતી નથી. “અમારે દૂત પણ રૂપવંત છે, તે પછી અમો કેવા રુપશાલી હશું ? ” એમ વિચારીને તેઓએ સર્વાગે સુંદર દૂત મોકલે જણાય છે. સોભાગ્યના સાગર સમા આ વ્યક્તિના દર્શન માત્રથી, જેણે નળનું નામ સાંભળ્યું નથી તેવી કઈ સ્ત્રીનું શીલ નષ્ટ ન પામે ? અર્થાત નળનું નામ જેણે સાંભળ્યું તે તે નહીં, તે સિવાયની બીજી સ્ત્રીઓ આ દૂતના રૂપથી અવશ્ય વિષયાભિલાષી બને તે તે સુંદર છે. જેવી રીતે આ દૂત મારા મનનું હરણ કરે છે તથા પ્રકારે તે ગુપ્ત ચેષ્ટાવાળો જણાય છે, તે તે પ્રલયાગ્નિ સરખે દેવોને શત્રુ નળ કઈ રીતે હાઈ શકે ? સુવર્ણ સરખા રૂપવાળા આ દૂતના દેશ, નામ ને વંશનો પ્રશ્ન પૂછવા સંબંધમાં મને મહાનું કૌતુક થઈ રહ્યું છે. આ પ્રમાણે હુદયમાં વિચારતી અને દેવના સંદેશથી દુભાએલી દમયંતી બહુમાન પૂર્વક તેના પ્રત્યે બોલી કે-“હે દેવદૂત ! નિર્ભયતાપૂર્વક આવા વચન બોલતા અને સરસ્વતી દેવીના ક્રમ ભંગને કરતાં તને શું પાપ નથી લાગતું ? તમારું નામ જાણવાની હું ઈચ્છા ધરાવતી હતી તેવામાં હસ્તીના નામની માફક તમારી સ્વછંદ વાણું નીકળી. અથોતુ તમે વ્યર્થ વાગવિલાસ કર્યો. (હસ્તીની એવી ટેવ હોય છે કે-સરોવરમાં સ્નાન કરીને બહાર નીકળ્યા પછી તરત જ તે પોતાની સુંઢવડે ધૂળ વિગેરે પદાર્થો પિતાના મસ્તક પર ઉડાડે છે. ) તારા નામને સાંભળવાને ચાહતી મને બીજું સંભળાવવાથી શું ? જલને ઈચ્છનાર વ્યક્તિને મધુર એવા મધથી તૃપ્તિ થતી નથી. ” આ પ્રમાણે દમયંતીના ઉચિત વચનથી પૂછાયેલ અને સ્વીકૃત વચનનું પાલન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy