________________
પાંચમે પ્રસ્તાવ : વત્સરાજને પ્રાપ્ત થયેલ દિવ્ય વરતુઓ.
[ ૧૪૧]
પ્રાપ્ત કરી છે.” કુમાર બે કે- “અજાણ્યા કુળવાળા મને કેમ કન્યા આપે છે?” શ્રેષ્ઠી બોલ્યો કે “તારા ગુણવડે જ કુળ જાણ્યું છે. ” ફરી કુમારે કહ્યું કે“મોટા કારણે કરીને હજુ મારે દૂર જવું છે, માટે પાછો વળીને આ કરીશ.” ત્યારે “હમણાં તું આને પરણ. પછી ઈચ્છા પ્રમાણે જજે.” એમ છીએ ફરીથી કહ્યું, ત્યારે તેણે તેનું વચન અંગીકાર કર્યું. તે જ દિવસે શ્રેણીએ તેમને પાણિગ્રહણ કરાવ્યું, ત્યારે તે તેણીની સાથે એક રાત્રિ રહો. બીજે દિવસે તેણે તેણીને જવા માટે પૂછયું, ત્યારે તે બેલી કે-“હે કાંત ! શું તમે રાત્રીનું સ્વરૂપ નથી જાણતા કે–વિરહ, વસંત માસ, ન સ્નેહ, નવું વય અને પંચમ સ્વરને ધ્વનિ આ પાંચ અગ્નિ શી રીતે સહન થાય?” વત્સરાજ બોલ્યો કે-“હે મૃગાક્ષી ! જે હું દેશાંતરમાં ન જાઉં, તે મારે અગ્નિપ્રવેશ કરવો જોઈએ, આ બાબતમાં સંશય નથી.” તે બોલી કે-“આ વેણદંડ મેં તમારે આધીને કર્યો છે. હું શરીરવડે અહીં રહીશ અને હૃદયવડે તમારી સાથે આવીશ. કંકુ, કાજળ, પુષ્પ અને આભારણ કાંત ! તમારા આવ્યા પછી મારા શરીરે લાગશે.” આ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાવાળી અને અશ્રવડે વ્યાપ્ત મુખવાળી તે પ્રિયાને મૂકીને તથા શ્રેણીની રજા લઈને તે વત્સરાજ આગળ ચાલ્યા. આગળ અટવીને મધ્યે ભિવડે વ્યાપ્ત પહલીને, ઘણા અને ઊંચા પર્વતને તથા મનહર પર્વતની નદીઓને દેખી. આવા પ્રકારની અટવીને વિષે એક સુંદર સ્થાનમાં તેણે આકાશને ચાટે (સ્પર્શ કરે) તેવા ઘરેએ કરીને સહિત એક નગરી દેખી. તેની બહાર એક સરોવરમાં પગ અને મુખ જોઈને તેને કાંઠ એક વૃક્ષની નીચે તે પલાંઠી વાળીને (આસન કરીને) બેઠો. તે વખતે સ્ત્રીઓના સમૂહવડે લઈ જવાતું પાછું તેણે જોયુંતેમની મધ્યેથી એક સ્ત્રીને તેણે પૂછયું કે-“આ નગરી કઈ છે ? તેમાં રાજા કોણ છે ? ” તે બોલી કે-“હે ભદ્ર ! આ નગરી વ્યંતર જાતિની દેવતાઓએ ક્રીડા કરવા માટે કરી છે. અહીં બીજે કઈ પણ રાજા નથી.” ફરીથી વત્સરાજે કહ્યું કે-“હે ભદ્ર ! તે આ ઘણું જળ કેમ લઈ જાય છે? ” ત્યારે તે આ પ્રમાણે બોલી કે-“અમારી સ્વામિની દેવી કોઈ પણ સ્થળે ગઈ હતી, તેણીને કોઈક પુરુષે બાહને વિષે પ્રહાર કર્યો, તેથી તે પીડા પામી છે, અને તે પીડા દૂર કરવા માટે જળને સેક કરાય છે તેથી આ જળ લઈ જવાય છે. તે પીડા હજુ સુધી પણ શાંત થતી નથી.” ત્યારે-“અહો ! અંગની પીડા દૂર કરવામાં શું દેવતા પણ સમર્થ નથી?” એમ વત્સરાજે પૂછેલી તે ફરીથી આ પ્રમાણે બલી, કે-“પ્રહાર કરનારના અંગની રક્ષા કરનાર દેવતા અધિક (બળવાન) છે, તેના પ્રભાવથી આની વેદનાને ઉપશમ થતો નથી. તેણીના હાથમાં પ્રભાવવાળી તે બે ઔષધિ હતી, કે જે અતિ તુષ્ટ થયેલા યંતરે આપી હતી. તેમાં એક ઓષધિ ધૂમવડે મોહ પમાડે છે, અને બીજી ઘાતની પીડાનો નાશ કરનારી છે. તે બને જે ઠેકાણે ખવડે તે તાડન કરાઈ, તે ઠેકાણે પડી ગઈ.” ત્યારે વત્સરાજ બોલ્યા કે-“હું મનુષ્ય વૈદ્ય છું, જે હું તેની વેદના શમાવું, તે તે મને શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org