________________
ચોથે પ્રસ્તાવ : પુણ્યસારની શોધ માટે ગુણસુંદરીનું પુરુષવેશમાં આગમન.
[ ૧૦૩]
થઈ છે.” પછી પુરંદરે તે પુત્રનું આણેલું ભૂષણ ધૂતકારને આપીને રાજાનું વિભૂષણ ( લઈને ) રાજાને જ આપ્યું. પછી પુણ્યસાર ગુણને નાશ કરનાર તે તના વ્યસનને ફરથી ત્યાગ કરીને દુકાનના ઉત્તમ વ્યાપારને કરવા લાગ્યો. - હવે અહીં તે પુણ્યસાર નહીં આવવાથી ગુણસુંદરીએ પાછી આવીને સર્વે બહેનેને તેનું ગમન કહ્યું ત્યારે તેઓ નવા ઘરની અંદર પડેલા ઉત્કટ બૂમાંસકની જેવા તે આકસ્મિક દુઃખ આવી પડવાથી અત્યંત રેવા લાગી. પિતાએ તે રૂદન સાંભળીને તેનું કારણ પૂછાયેલી તેઓએ તે પતિને વિયોગ કરો. ત્યારે તે બોલ્યો કે-“નહીં ભણેલા પારંપર્યવાળા તે પિતાના પતિને, તેને અભિપ્રાય જાણીને તમેએ એકઠી મળીને કેમ કે નહીં? રૂપ અને લાવણ્યવડે યુક્ત એવી સ્ત્રીઓ વડે સર્વ જન પણ લેભ પામે છે, તે પ્રાપ્ત થયેલી પ્રિયારૂપ તમારે તેણે કેમ ત્યાગ કર્યો? જેથી કરીને શરીરે લાગેલા ભૂષણને લઈને તે ગયે, તેથી કરીને હું માનું છું કે–તે કઈક વ્યસની કે ધૂર્ત હશે. જેથી લંબોદરે પણ આપેલા આ આ પ્રમાણે કર્યું, તેથી ખરેખર પૂર્વે આચરણ કરેલું આ તમારું કાંઈક દુષ્કત છે. આ કથાને કરતી તમેએ તેનું નામ કે સ્થાન તથા બીજું સ્વરૂપ શું જાણ્યું નથી?” ત્યારે ગુણસુંદરીએ કહ્યું કે-“ તે વખતે દીપકના અજવાળામાં તેણે અહીં કાંઈક લખ્યું છે, પણ મેં તે વાંચ્યું નથી.” પછી પ્રાત:કાળ થેયે ત્યારે તે કલેક વાંચીને તે બોલી કે-“હે પિતા! તે અમારો પતિ ગોપાલપુરમાં ગયે છે. કોઈપણ દેવ
ગવડે રાત્રિએ તે અહીં આવ્યો, અને તમે આપેલી અમને પરણીને ફરીથી તે ત્યાં જ ગયે. તેથી તમે તમારે હાથે મને પુરુષને વેષ આપો કે જેથી માટે સાથે મેળવીને હું ત્યાં જાઉં. ત્યાં શેધ કરીને કેઈપણ રીતે તે મારા કાંતને હું છ માસની અંદર જાણીશ. અન્યથા (નહીં તે) અગ્નિ મારું શરણું છે. ” પછી પિતાએ આપેલ પુરુષ વેષવાળી તે મોટા સાથે સહિત કેટલાક દિવસે ગોપાલપુરમાં ગઈ. “ગુણસુંદર નામને કેઈક આ સાથે પતિને પુત્ર છે.” આ પ્રમાણે તે નગરમાં તે રાજાને માનીતે થે, અને ક્રય, વિક્રય વિગેરે વણિકને હિતકારક વ્યાપાર કરવા લાગ્યો, તથા પુયસારની સાથે વચનાદિકવડે મૈત્રી થઈ. પછી રત્નસુંદરીએ પોતાના પિતા રત્નસારને કહ્યું કે-“હે પિતા! મારે આ ગુણસુંદર પરણવા લાયક છે.” આ પ્રમાણે પુત્રીના ભાવને જાણીને રતનસાર તેની પાસે જઈને બે કે-“મારી પુત્રી ભર્તા તરીકે તને ઈચ્છે છે.” ત્યારે ગુણસુંદરએ વિચાર્યું કે-“આની ઈચ્છા નિરર્થક છે, કેમકે બે સ્ત્રીને ગૃહવાસ શી રીતે થાય? તેથી જેવો તેવો ઉત્તર આપીને તેને હું નિવારૂં. નહીં તે મારી જે ગતિ છે, તે આની પણ થશે.” એમ મનમાં વિચારીને તેણએ શ્રેષ્ઠ શ્રેષ્ઠીને કહ્યું કે-“આ કાર્યને વિષે કુલીન પુરુષને માતાપિતા જ પ્રધાન છે. અને તે મારા માતાપિતા દૂર વર્તે છે, તેથી તારે તારી પુત્રીને બીજા કેઈપણ પાસે રહેનારને આપવી.” રત્નસારે કહ્યું કે-“મારી પુત્રીને તું જ વલભ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org