________________
[ ૯૪ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
લકોને નિમંત્રણ કરીને શ્રેષ્ઠીએ જમાડ્યા. પછી મોટી વહુ પાસે તે પાંચ કણ માગ્યા ત્યારે તેણીએ બીજા પત્ય(પાલા)માંથી લાવીને તે આપ્યા. તે વખતે દેવ, ગુરુ વિગેરેના સોગનપૂર્વક કહેલી(પૂછેલી) તેણીએ તેને સત્ય કહ્યું. ત્યારે ક્રોધ પામેલ શ્રેણી બે, કે-“મેં આપેલા શાલિકનો જે આણે ત્યાગ કર્યો છે, તે ધૂળ, રાખ અને છાણ વિગેરે વસ્તુ ઘરમાંથી આ વહુએ કાઢવું. (વાસીદા વાળવાનું કામ કરવું.) શાલિકણુને વૃત્તાંત પૂછીને બીજી પણ વહુને તેણે રસોઈ વિગેરે ઘરના મુખ્ય વ્યાપારને કરનારી કરી. શાલિની રક્ષા કરનારી ત્રીજી વહુને મણિ, મોતી અને સુવર્ણ વિગેરેના ભંડારની અધિકારી કરી. અને શાલિની વૃદ્ધિ કરનાર તે ચોથી રોહિણ વહુને દીર્ધદષ્ટિવાળા તે શ્રેષ્ઠીએ ઘરની સ્વામિની કરી. આ રીતે યોગ્યતા પ્રમાણે કરવાવડે ઘરને સારી સ્થિતિવાળું કરીને તે શ્રેણી હંમેશાં નિશ્ચિતપણે ધર્મવ્યાપાર કરવા લાગ્યા. અહીં શ્રેણીની જેવા ગુરુ જાણવા, વહુઓની જેવા દીક્ષિત(સાધુ-સાધ્વી) જાણવા, પાંચ શાલિકણની જેવા પાંચ મહાવ્રત જોડાવા(જાણવા), (કક) કુળના મેલાપ જે ચાર પ્રકારને સંઘ જાણુ, અને મહાત્ર તોનું દાન (આપવું) તેની સમક્ષ કરાય છે. વ્રતનો ત્યાગ કરનાર જે શિષ્ય હોય, તે ઉજિઝકા જેવો કહેલ છે, તે આ લોક અને પરલોકને વિષે દુઃખનું ભાજન થાય છે. જે લિંગ(વેષ) માત્રવડે આજીવિકા કરનાર હોય, તે બીજી વહુ જેવો જાણ, વ્રતનું પાલન કરવામાં પ્રીતિવાળો હોય, તે ભંડારની વહુ જે જાણો , (કટક) તથા જે સૂરિ ધર્મદેશના વડે બીજાઓને પણ વ્રતનું આરોપણ કરીને તેની (ધર્મની) વૃદ્ધિ કરનાર હોય, તે રોહિણી જેવો માનેલો છે. આ કથાનક શ્રીવીર જિનેશ્વરને કાળે થવાની છે, તેથી પાંચ વતે કહ્યાં છે, હમણાં તો તે વતે ચાર જ છે.”
આ પ્રમાણે શિક્ષાની કથા સાંભળીને જિતશત્રુ મહામુનિ શ્રીદર ગુરુની પાસે પ્રવજ્યાનું પાલન કરવા લાગ્યા, તેથી હે ભવ્ય ! પરીક્ષા કરીને અહિંસાદિક લક્ષણવાળા ઉત્તમ ધર્મને તમારે કરો.” આ પ્રમાણે ક્ષેમંકર જિનેશ્વરે કહ્યું. (પાંચ વ્રત આ પ્રમાણે- ) દુઃખરૂપી પર્વતને વધુ સમાન, સુખની શ્રેણિનું ભાનરૂપ અને સ્વર્ગ તથા મોક્ષને કરનારી તે અહિંસા સર્વ વ્રતમાં મુખ્ય છે. સત્ય બોલવાવડે કીર્તિ પ્રાપ્ત થાય છે, સત્ય વિશ્વાસનું કારણ છે. તથા સત્ય આ લોકોને વિષે જય પામે છે. તે ધર્મનું બીજું લક્ષણ છે. અદત્તનો ત્યાગ કરવાથી મનુષ્યોને રાજદંડ થતું નથી. સારા જનનો સંગ થાય છે અને નિર્ભયપણું થાય છે. બ્રહ્મચર્ય વ્રતવડે મનુષ્ય તેજસ્વી અને સારાં ભાગ્યવાળો થાય છે, તથા નપુંસકપણું અને તિર્યચપણું કદાપિ પામતો નથી. તથા ધનના પરિગ્રહવડે ચિત્ત સંતોષથી ભરેલું થાય છે. અને કમના ગવડે ભવ્યછને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ નિશ્ચિત પાંચે ધર્મના લક્ષને વિષે હે મોટા અનુભાવવાળા! તમે નિરંતર પ્રયત્ન કરે.” આ પ્રમાણે દેશનાને સાંભળીને ઘણા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org