________________
બંધ થાય છે તેમની સાથે રહી શેઠ હઠીસંગભાઈએ કેટલાએક ધર્મકાર્યો કરેલાં છે જેમાં તેઓ બંને ભાઈઓ લક્ષ્મીની જેમ પુણ્યના પણ સાથે જ ભાગીદાર બનેલા છે.
શેઠ હઠીસંગભાઈના પિતામહી ઝીણીબાઈ ઘણાં ધમાં હતાં. તેમણે સંવત ૧૯૨૦ની શાલમાં સિદ્ધાચલની યાત્રા માટે એક મહાન સંઘ કાઢયો હતે. જેમાં તેમના બંને પૌત્રાએ લક્ષ્મીને સારો વ્યય કર્યો હતો. નવકારશ્રીનું મહાભેજન કરાવી વૃતધારીઓને માટે એક મેટી રકમ અર્પણ કરી હતી. જેમાંથી પૌષધ વૃતધારી શ્રાવકને અદ્યાપિ પારણું ભોજન અપાય છે.
શેઠ હઠીસંગભાઈએ સંવત ૧૯૨૩ના વર્ષમાં પોતાના જયેષ્ટ બંધુ અમરચંદભાઈ સાથે કેશરીયા--આબુજીની યાત્રા કરી હતી. એ યાત્રાને પ્રસંગે તારંગા-રાણપુરજી અને મારવાડી પંચતીર્થોની યાત્રા થઈ હતી. તે સત્કાર્યમાં તેમણે ધાર્મિક સખાવતે સારી કરી હતી. તે પછી શેઠ હઠીસંગભાઈએ પોતાની માતા જવલબાઈને સાથે લઈ સિદ્ધગીરીની નવાણું યાત્રા કરી હતી અને એ પવિત્ર તિર્થમાં લક્ષ્મીની મોટી રકમની સખાવત કરી હતી. આ પવિત્ર પ્રસંગે હમેશાં સ્મરણમાં રાખવાન-યાત્રાનું મહાપુણ્ય ઉપાર્જન કરવાને શેઠ હઠીસંગઈ તરફથી સિદ્ધવડે યાત્રાળુઓને ફાગણ સુદી ૧૩ ને દિવસે પાથેય (ભાનુ) આપવાને એક રકમ કાઢવામાં આવેલી છે. આ શિવાય બીજી ઘણી યાત્રાઓમાં તેમની વ્યાપાર લક્ષ્મીને સદુપયોગ થયેલ છે. સંવત ૧૯૩૪ના વર્ષમાં તેમણે જોયણી, અમદાવાદ, ખેડા, માતર ખંભાત-વડોદરા, સુરત વગેરે મેટા સ્થળમાં યાત્રા કરી દરેક સ્થાને ઘણે ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૩૩ના વર્ષમાં શેઠ હઠીસંગભાઈએ પિતાના બંધુ અમરચંદભાઈ સાથે કાઠીયાવાડમાં જુનાગઢ તથા પંચતીર્થોની યાત્રા કરવા એક મોટો સંઘ કાઢયો હતો અને તેમાં ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજ્યાનંદ સૂરિ (શ્રી આત્મારામજી મહારાજ) વિગેરે કેટલાક વિદ્વાન મુનીઓ સાથે પધાર્યા હતા. સંવત ૧૯૪૧ના વર્ષમાં હઠીસંગભાઈએ સમેતશિખરજી વગેરેની મહાયાત્રા કુટુંબ સાથે કરી હતી અને તેમાં દરેક સ્થળે સારી સખાવત કરી હતી. સંવત ૧૯૪૭ની સાલમાં કેશરીયાજી વગેરે પંચતીથી કરી હતી તેવી જ રીતે તેમના પિતાશ્રીએ પણ શિખરજીની યાત્રા કરી હતી. આ પ્રમાણે અનેક યાત્રાઓમાં શેઠ હઠીસંગભાઈએ પોતાના શ્રાવક જીવનની સાર્થક્ત કરી છે. અને તે તે પ્રસંગે ધામક સખાવતેમાં ઊદાર હાથ લંબાવ્યો છે. સરલ હૃદયના વેરા હઠીસંગભાઈએ પિતાના વડીલ બંધુ અમરચંદભાઈની સાથે મળી
સંવત ૧૯૨૪ના વર્ષમાં શ્રીગોડીજીના દહેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભગવાનના પ્રતિમા સ્થાપન દહેરાસરમાં બીજા બિંબની પ્રતિષ્ઠા કરી હતી અને તે પ્રસંગે તેમના વડીલે અને પ્રતિષ્ઠા. વીશ સ્થાનક તપનું ઊદ્યાપન કર્યું હતું. જેમાં તેમની ઉદારતા પ્રકાશી
નીકળી હતી. અને ભાવનગરના શહેરમાં વહેરા કુટુંબને વિજયનાદ થઈ રહ્યો હતો. સંવત. ૧૯૩૫ ના વર્ષમાં ભાવનગરના મોટા જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુના બાજુમાં સુંદર પ્રતિમાનું સ્થાપન શેઠ હઠીસંગભાઈ તરફથી થયું હતું. અને તે પોતાના મહેમ લધુ ભ્રાતા હરજીવનના નામથી અંકિત કરવામાં આવ્યું હતું. જે સત્કાર્ય પિતાના પૂજ્ય માતુશ્રી જવેલબાઈને હાથે ઉજવવામાં આવ્યું હતું. વળી શેઠ હઠીસંગભાઈના પિતા ઝવેરચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org