SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુસિાત્ ગુણવણ ન ૨૩૩ મુખને બીજાના તરફથી ફેરવી દેવુ, ઉપર જોવુ, નેત્રાનુ બંધ કરવું, શરીરનું મરડવું અને વીંટવું આ સઘળું અહંકારનું પ્રાથમિક રૂપ ગણાય છે. એટલે ઉપર જણાવેલી ચેષ્ટાઓથી અભિમાની મનુષ્ય એકદમ ઓળખાઇ આવે છે. શો મદ, રૂપમદ, શૃંગારમદ અને ઉંચકુળના મદ આ સઘળા મદરૂપ વૃક્ષેા મનુષ્યાના વિભવ રૂપ મથીજ ઉત્પન્ન થએલાં છે. શો મદ ભુજાને, રૂપમદ આરિસા વગેરેને અને કામમદ સ્ત્રીને જીવે છે. પરંતુ આ વિભવમદ તા જાત્યધ હાવાથી કાંઇ જોઈ શકતા નથી. અર્થાત્ પ્રથમના મો જ્યારે અકેક વસ્તુ તરફ મનુષ્યાનું ધ્યાન ખેંચાવે છે, ત્યારે ધનમદ તા મનુષ્યાને તદન આંધળેાજ અનાવી દે છે. મનુષ્યોના ધનમદ તા કાંઇ આત્મારામ ( આત્માનંદ ) જેવાજ જણાય છે. કારણ કે જેમ આ ત્માનંદથી મનુષ્ય આંતરિક સુખના આન ંદથી નેત્રા મધ કરી લે છે અને ધ્યાનારૂઢ થઈ જાય છે તેમ ધનમથી પણ આંખ્યા મીચે છે અને જાણે એકાગ્રતાપૂર્ણાંક સમાધી ચઢાવી ન હોય તેમ સમાધિમાં લીન થઇ જાય છે. મનુષ્યેાના અધિકારમદ હંમેશાં ભ્રકૂટી ચઢાવવાવાળા હોવાથી વિકાળ, કંઠાર ભાષણ કરાવનાર, હઠપૂર્વક તાડના કરનાર અને સર્વ ભક્ષણ કરનાર કર રાક્ષસ જેવા ગણાય છે. પુરૂષષના એક કુળમઢ તા પેાતાના પૂર્વજના પ્રતાપની મ્હોટી મ્હોટી વાતા કરનાર, પેાતાનાં બીજાં કાચીને ભૂલી જનાર, દી દેશી પણાના અને જ્ઞાનના નાશ કરનાર હોય છે. સઘળા મો અવધિવાળા હોવાથી પોતપાતાનાં કારણાને અભાવ થવાથી નાશ પામે છે, પરંતુ એક ગુરૂમદ અર્થાત્ મેાટાઈના મદ સર્પના જેવા વાંકા અપરિમિત કાળ સુધી સ્ફુરે છે અર્થાત્ ઘણા લાંબા કાળ સુધી રહી શકે છે. સામતાના મૈાન ધારણ કરવામાં, વૃદ્ધિ પામતા ધનાઢ્યોના નિશ્ચલ ઢષ્ટિમાં, ધનવાળાને ભ્રભંગ અને સુખના વિકારમાં વિટ વિગેરેના એ ભ્રમરામાં, દૂત અને પડિતાના જિવામાં, રૂપવાળાઓના દાંત, કેશ અને વેષમાં, વૈદ્યાના હાટમાં, મ્હોટા અધિકારીઓ અને જ્યેાતિષિઓના ગળામાં, સુભટાના સ્કંધમાં, વાણીઆઓના હૃદયમાં, કારિગરાના હાથેામાં, તરૂણુ સ્ત્રીઓના સ્તનતટમાં, બ્રાહ્મણાના ઉદરમાં, ચતુર કાદુઆઓને જંઘામાં, હાથીઓના ગડસ્થળમાં, મયૂરાના પિચ્છામાં અને હુ ંસાના ગતિની અંદર મદ (અહંકાર) રહેલા છે. વિશાળ હૃદયવાળા મનુષ્યાને સર્વથા આવે! મદ કરવા યોગ્ય નથી. કહ્યું છે કેઃ— नो निर्जित्य जरां स्वभावमधुरं तारुण्यमास्वादितं, नो निर्जित्य यमं कृता निजतनुः कल्पान्तसंस्थायिनी । नो दारिद्र्यभुजङ्गमाज्जगदिदं स्वैश्वर्यतो मोचितं, किं माद्यन्ति विपश्चितोऽपि हि मुधा विद्यालवाद्यैर्गुणैः ॥४॥ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy