________________
૨૦૬
શ્રાદ્ધગુણ વિવરણ.
સિદ્ધ છે. રામચંદ્રજી પેાતાના કટ્ટા દુશ્મન રાવણના પક્ષકારો વિભીષણ, સુગ્રીવ હનુમત વિગેરેથી સેવાયા હતા, તેનું કારણુ રામચંદ્રજીના સુકુમાળ સ્વભાવ અને સરલ પ્રકૃતિ વિગેરે હતુ. તે માટે કહ્યું છે કે
चन्द्रः सुधामयत्वादुडुपतिरपि सेव्यते ग्रहग्रामैः । ग्रहगणपतिरपि भानुर्भ्राम्यत्येको दुरालोकः ॥ २ ॥
શબ્દાર્થ:- ચન્દ્રમા નક્ષત્રાને સ્વામી છે તે પણ અમૃતમય હેાવાથી અર્થાત્ સામ્ય પ્રકૃતિને લઈ ગ્રહેાના સમૂહથી સેવાય છે. અર્થાત્ હેાને સમુદાય ચદ્રના આશ્રય કરે છે, અને દુ:ખથી જોઇ શકાય એવા સૂર્ય ગ્રહોના સમુદાયનો સ્વામી છે તે। પણ પેાતાની તીવ્ર પ્રકૃતિને લીધે ગ્રહગણથી રહિત એકલા પરિભ્રમણ કરે છે. ર
અથવા જેનુ હૃદય દૂર ન હેાય તેવા પુરૂષને સામ્ય કહે છે. અને તેવા પુરૂષને કાઇએ મ્હોટા અપરાધ કર્યા છતાં પણ તેને ખરામ કરતા નથી. જેમ વીરધવલ નામના રાજાએ કર્યું હતું. તેનું દૃષ્ટાંત જાણવા જેવું હાવાથી નીચે ખતાવવામાં આવે છે.
કોઇક વખતે દિવસમાં વીરધવલરાજા ચંદ્રશાળામાં સુતા હતા. તે અવસરે વસ્ત્રથી ઢાંકેલા મુખવાળા અને જાગતા રાજાને ઉંઘે છે એમ માની તેની પગચંપી કરનાર કાઈક ખવાસે તે રાજાના અંગુઠામાં રહેલી રત્નની અશુઢી લઇને મેઢામાં મુકી, પણ રાણાએ જાણતાં છતાં કંઈ પણ કહ્યું નહીં અને બીજે દિવસે ભંડારમાંથી તેવા પ્રકારની જ બીજી અંગુઠી કઢાવી અને પહેરીને પાછે ત્યાંજ સુઇ ગયા, પગચ’પી કરનાર ખવાસે પ્રથમની પેઠે તેને ગ્રહણ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ રાજાએ કહ્યું કે આ અશુઢી લઇ લેતા નહીં. જે ગઇ કાલે લીધી છે તે તનેજ આપવામાં આવે છે. આ વચન સાંભળી ભયભ્રાંત થયેલા ખવાસ રાજાના પગમાં પડયા. તેટલામાં કાઈ એક કાર્ય માટે આવેલા વસ્તુપાલ મંત્રિએ તે ખવાસને હુકાયે તે વખતે રાજાએ કહ્યું કે–હે મંત્રિન્! આ દોષ આ ખવાસના નથી,પરંતુ અમારી કૃપણતાના આ દોષ છે. એમ ખેાલી હાય પામેલા ખવાસને કહ્યું કે, હે વત્સ ! ડરીશ નહીં. હું જાણું છું કે ઘેાડી આજીવિકાથી ઈચ્છા પૂર્ણ થતી નથી. માટે આજથી લઇને અડધા લાખ ત્હારી આજીવિકા માટે અને આ ઘેાડા તને આરોહણ કરવા માટે અર્પણ કરૂ છું. આ પ્રમાણે તે ખવાસને આશ્વાસન આપવાથી રાજાનું લેાકમાં સેવકસદાફળ ’ એવા પ્રકારનું બિરૂદ પ્રસિદ્ધિમાં આવ્યુ.
"
પૂર્વોક્ત પ્રકૃતિવાળા કરતાં વિપરીત સ્વભાવવાળા એટલે કઠાર પ્રકૃતિવાળા મનુષ્ય તેા હિતશિક્ષા આપનાર ઉપર પણ નાખુશી ખતાવનાર આકૃતિને પ્રગટ કરે છે. આ ખાખતમાં લક્ષ્મણુસેન રાજાનુ ઉદાહરણ નીચે પ્રમાણે છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org