________________
ઢાત્રિશતગુણ વર્ણન
૨૦૭ ગડદેશમાં લક્ષણાવતી નામની નગરીમાં સંપૂર્ણ બુદ્ધિના ભંડારરૂપ ઉમાપતિધર નામના મંત્રિથી જેના રાજ્યની ચિંતા કરાય છે એવી લક્ષ્મણુસેન નામને રાજા ઘણું કાળ સુધી રાજ્ય કરતો હતો. જેમ મદાબ્ધ થયેલે હાથી હાથણુને સંગ કરવાથી કાદવમાં ફસી પડે છે તેવી રીતે તે રાજા મદોન્મત્ત ગજઘટાના સંસર્ગથી જાણે મદાંધ ન થયો હોય? તેમ ચંડાલનીના સંસર્ગરૂપ કાદવમાં ફસી ગયો હતે. અર્થાત્ ચંડાલનીની સાથે વિષયસુખમાં મગ્ન થયે હતું. આ વૃત્તાંત ઉમાપતિધર નામના મંત્રીના જાણવામાં આવ્યું હતું. પરંતુ પોતાના સ્વામિની કૂર પ્રકૃતિ હોવાથી સાક્ષાત્પણે પ્રતિબધ કર અશક્ય છે એમ વિચાર કરી તે રાજાને બીજા પ્રકારથી પ્રતિબધ કરવા માટે સભા મંડપના પાટડા ઉપર મંત્રીએ ગુપ્તપણે નીચેનાં અન્યકિતગર્ભિત કાવ્યો લખ્યાં--
शैत्यं नाम गुणस्तवैव तदनु स्वभाविकी स्वच्छता किं ब्रुमः शुचितां वजन्त्यशुचयः स्पत्तिवैवापरे ।
किश्चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवनं देहिनां त्वं चेन्नीचपथेन गच्छसि पयः ! कस्त्वां निरोध्धुं क्षमः ॥३॥
શબ્દાર્થ – જળ! મુખ્યપણે શીતલતા ગુણ તારાજ છે. તો પછી તાહરી સ્વાભાવિક રવચ્છતા માટે અમો કાંઇ વર્ણન કરી શકતા નથી, કારણ કે તારા સ્પર્શ માત્રથી જ બીજા અશુચિ પદાર્થો પવિત્રતાને પ્રાપ્ત થાય છે. અને તું પ્રાણી માત્રનું જીવિતવ્ય છે આથી વધારે તારી સ્તુતિ શું હોઈ શકે ? આ પ્રમાણે હારમાં ગુણે. હેવા છતાં તું નીચ માર્ગે જતું હોય તે તને ક્યા કેણ સમર્થ થાય ? હા આ કાવ્યમાં જળને ઉદ્દેશી રાજાને બેધ આપે છે.
त्वं चेत्संचरसे वृषण लघुता का नाम दिग्दन्तिनां व्यालैः कङ्कणभूषणानि तनुषे हानिन हेनामपि ।
मूर्द्धन्यं कुरुषे जडांशुमयशः किं नाम लोकत्रयीदीपस्याम्बुजबान्धवस्य जगतामीशोऽसि किं महे॥४॥
શબ્દાર્થ-હે શકર? જે વૃષભ (બળદ ) ઉપર બેસી ગમન કરે છે તેથી હાથીની હલકાઈ શી? વળી જો તુ વડે કંકણરૂપ આભૂષણોને બનાવે છે તેથી સુવર્ણની હાનિ શી? અને જો તું મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે તેથી ત્રણ જગતમાં દીપક સમાન સૂર્યને અપયશ શેને? તું જગતનો ઈશ છે તેથી અમે વધારે શું બોલી શકીએ ? અર્થાત હસ્તિ સુવર્ણ અને સૂર્ય જેવાં ઉત્તમ સાધનો હેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org