________________
એકેનિત્રિશતગુણ વર્ણન
મહાવીર સ્વામીને પુછયું કે હે ભગવન! આ ભરત ક્ષેત્રમાં છેલ્લો રાજર્ષિ કેણ થશે? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે-આ ઉદાયન ચરમ રાજર્ષિ છે. હવે પછી આ ઉદાયનથી મોટા કે તેના સરખા રાજાઓ દુઃષમ કાળના પ્રભાવથી સાધુવ્રતને અંગીકાર કરશે નહીં, આ વાત સાંભળી સંસારના ભયથી ભયપામેલા અભયકુમારે રાજાના પગમાં પડી પ્રથમ અંગીકાર કરેલું વર રાજા પાસે માંગ્યું. હે તાત ! આટલા દિવસ સુધી ચરમ રાજર્ષિપણાની ઈચ્છારાખનાર હાર વડે વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરાયું નથી. પરંતુ હમણાં તેવા પ્રકારની ભવિતવ્યતાના
ગથી મને રાજર્ષિપણું પ્રાપ્ત થવાનું નથી. માટે જે આપ પિતાશ્રી મને અનુમતિ આપે તે હમણાંજ ભગવાન્ મહાવીરસ્વામી પાસે હું મુનિવ્રત અંગીકાર કરૂં. અભયકુમારની આ વાત સાંભળી શકાકુળ હૃદયવાળા શ્રેણિક રાજાએ કહ્યું કેહે વત્સ! તારા જેવા ઉત્તમ પુરૂષને એમ કરવું એગ્ય છે. પરંતુ મહારા રાજ્યનાં સંપૂર્ણ રાજ્યકાર્ય કરવામાં તુજ પ્રભુ હતો. આટલા દિવસમાં હારી બીજી પ્રાર્થના ઓ મેં નિષ્ફળ કરી નથી તે આવા ઉત્તમકાર્યમાં વિજ્ઞ શામાટે કરૂં? જે રાજ્યને માટે રાજકુમારે અકાર્યો કરે છે તેવું રાજ્ય આપવા માંડયું પણ તે ગ્રહણ ન ન કર્યું તેથી હે પુત્ર! તને ધન્ય છે અને હારા ધર્મકાર્યના માર્ગમાં વિદ્ધ ન થાઓ એમ બેલી શ્રેણિક રાજાએ નિષ્ક્રમણ મહોત્સવ કરાવ્યો. અભયકુમાર પણ મેઘની પેઠે પુષ્કળ સુવર્ણની ધારાઓથી વૃષ્ટિ કરતો ભગવાન પાસે આવી પહોંચે. ભગવાને વિધિપૂર્વક દીક્ષા આપી. અભયકુમારની માતા નંદાએ પણ તેની સાથેજ દીક્ષા ગ્રહણ કરી. કેટલાએક કાળે અભયકુમાર અગીયાર અંગને ધારણ કરનાર થયો, પછી ઘણા કાળ સુધી નિરતિચાર પ્રત્રજ્યા પાળી સવૉર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી ચવી (મનુષ્ય થઈ દીક્ષા ગ્રહણ કરી) મોક્ષમાં જશે.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે-- नयविनयविवेकच्छेकताद्यैर्गुणौधैः
सकलजनमनांसि प्रोणयन्तो महान्तः । अभयवदिति लोके वल्लभत्वं दधाना
निरुपमजिनधर्मे योग्यतां संश्रयन्ते ॥५॥ શબ્દાર્થ –ઉપલી કથાના નાયક અભયકુમારની પેઠે નીતિ, વિનય, વિવેક અને નિપુણતા વિગેરે ગુણેએ કરી આ લેકમાં સમગ્ર લકેના અંત:કરણને સંતોષ પમાડના મહાન પુરૂષે જનવલભપણને ધારણ કરી સર્વોત્તમ જિનધમની - ગ્યતાને મેળવે છે ૫ )
શોત્રરત્તમ કુળ છે ૨૫ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org