SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્તમ પુરૂષની સાથે મૈત્રીભાવ કરાવે. આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ગુરૂએ એટલે ધર્માચાર્યો, યથાર્થ સ્વરૂપવાળા દેવ તથા ધર્મો, પ્રિય અને હિતેપદેશ આપનારા મિત્ર, અને પિતરાઈ તથા માતુલ વિગેરેની સાથે પુત્રને પરિચય કરાવે. એવી રીતે પરિચય કરાવે છતે આ હમારા દેવ ગુરૂઓ વિગેરે છે એવા પ્રકારની સારી વાસનાથી વાસિત થાય છે, તેથી પુત્રની સાથે ઉચિત આચરણ કરનાર પિતાએ દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન વિગેરેની સાથે પરિચય કરાવે તે ઉચિત છે. તથા કુલ જાતિ અને વર્તન શુકથી ઉત્તમ એવા લોકોની સાથે પુત્રને મિત્રતા કરાવે.” જે કદિ ઉત્તમ પુરૂની મિત્રતાથી દ્રવ્યની પ્રાપ્તિ ન થાય તે પણ અનર્થને પરિહાર તે અવશ્ય થાય.” વળી સમાન કુળમાં જન્મેલી રૂપવતી કન્યાની સાથે પાણીગ્રહણ કરાવે, ઘર સંબંધી કાર્યભારમાં નિયુક્ત કરે અને અનુક્રમે ઘરનું સ્વામીપણું અર્પણ કરે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સરખા વંશની શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એગ્ય વયવાળી અને સુંદર શરીરના અવયવવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું હોય તે ચિતમાં રતિ-પ્રીતિ થવાનો સંભવ છે. અને જે વિપરીત ગુણવાળી કન્યાની સાથે સંબંધ કરવામાં આવે તે ગ્રહવાસ વિડંબનારૂપ થાય છે. તેથી એગ્ય કન્યા સાથે પાણિગ્રહણ કરાવવું ઉચિત છે. તથા ખરીદ વેચાણુ, આવક અને ખર્ચના ઉપગ રૂપ લક્ષણવાળા ઘરના બેજાને ઉપાડવાની યેગ્યતાને જાણી તેને ઘરકાર્યમાં નિ. યુક્ત કરે. તેમ કરવાથી હંમેશાં તે કાર્યો કરવાની ચિંતાથી વ્યગ્ર ચિત્તવાળે છેવાથી તથા પિતામાં સ્વાતંત્ર્યપણાના અને ઉન્માદ વિગેરેના અભાવથી તે ગ્યતા પ્રમાણે ખર્ચ વિગેરે કરે છે. પછી અનુક્રમે અહંકાર વિગેરે દેને તિરસ્કાર કરનાર તે પુત્રને ગૃહસ્વામિત્વ અર્પણ કરે. જેથી તે પોતાના સમાન મનુષ્યથી પરાભવને પામે નહીં.” વળી તેના પ્રત્યક્ષમાં તેની પ્રશંસા કરે નહીં. દુવ્યસનથી નાશ થએલાની દુર્દશા કહી સંભળાવે અને આવક અને ખર્ચમાંથી બાકી રહેલા દ્રવ્યને પોતે જ તપાસ કરે. વ્યાખ્યા–“પૂર્વભવમાં કરેલા સુકૃત-પુણ્યના ઉ. દયથી પિતાની સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા તે પુત્રની પ્રશંસા તેના પ્રત્યક્ષમાં કરે નહીં તથા દુવ્યસનથી નાશ થએલાનું નિધનપણું તિરસ્કાર અને તાડના વિગેરે દુર્દશાને અભિપ્રાય પૂર્વક પુત્રને કહી સંભળાવે, જેથી તેવા પ્રકારના દુવ્યસનેમાં પ્રવૃત્ત કરે નહીં. તથા ખરચ અને આવકમાંથી બાકી રહેલા દ્રવ્યને પિતે જ તપાસ રાખે, જેથી પુત્રને આડા માર્ગે જવાને અવકાશ મળે નહિ, તથા પુત્રને રાજાની સભા દેખાડે અને દેશાંતરની અવસ્થાઓને પ્રગટ કરે. ઇત્યાદિ પિતાનું પુત્ર પ્રત્યેનું ઉચિત આચરણ જાણવું.” હવે સ્વજન સંબંધી ઉચિત આચ• રણ કહે છે. “સ્વજન સંબંધી ઉચિત આચરણ એ છે કે, પિતાના ઘરની વૃદ્ધિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy