SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ એકેવિશ ગુણ વર્ણન. ૧૫૫ કાર્યોમાં હમેશાં સ્વજનેનું અવશ્ય સન્માન કરે, તેમજ હાનિ સંબંધી કાર્યમાં પણ તેમને સમીપમાં રાખે, વ્યાખ્યા-“પિતા માતા અને પત્નીના પક્ષમાં ઉત્પન્ન થએલા સ્વજનેને પુત્રના જન્મમહત્સવ વખતે, તેનું નામ પાડતી વખતે, પુત્રના વાળ ઉતારવાની વખતે અને વિવાહાદિરૂપ ઘરની વૃદ્ધિના કાર્યોમાં ભેજન, વસ્ત્ર અને તાંબૂલાદિક શુભ વસ્તુઓથી સત્કાર કરે. તેમજ પોતાના કુટુંબમાં મરણ થયું હોય તેવા કાર્યોમાં અને ઉત્તરક્રિયા વિગેરે હાનિજનક કાર્યોમાં પણ તેમને સાથે રાખી કાર્ય કરે. તથા પિતાને પણ સ્વજનના કષ્ટ તથા મહોત્સવ વિગેરે કાર્યોમાં હંમેશાં તેમની સમીપમાં રહેવું, તેમજ નિધન થઈ ગએલા અને રોગથી આકુળવ્યાકુળ થએલા સ્વજને ઉદ્ધાર કરે. તેમની પુંઠ પછવાડે ચાડી ખાવી નહીં, તેમની સાથે શુષ્ક કલેશ કરે નહીં, તેમના શત્રુઓની સાથે મૈત્રી કરવી નહિ અને તેમના મિત્રની સાથે મૈત્રી કરવી. તે ઘરમાં ન હોય ત્યારે તેમના ઘરમાં જાય નહિ, દ્રવ્ય સંબંધી સંસગને ત્યાગ કરે અને ગુરૂ, દેવ તથા ધર્મ સંબંધી કાર્યોમાં તેમની સાથે એક ચિત્તવાળા થવું.” સ્વજન સંબંધી ઉચિત આચરણ સમાપ્ત કરી ધર્માચાર્ય સંબંધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે સ્વજન પ્રત્યે ઉચિત આચરણ કહ્યું. હવે ધર્માચાર્ય સંબંધી ઉચિત આચરણ કહીએ છીએ. “ધર્માચાર્યોને ભકિત અને બહમાન પૂર્વક ત્રિકાળ પ્રણામ કરે. તેમણે દર્શાવેલી નીતિથી આવશ્યક પ્રમુખ કાર્યો કરે અને તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ શ્રવણ કરે. તેમના આદેશને બહુમાન આપે, મનથી પણ તેમને અવર્ણવાદ ચિંતવે નહિ. તેમનાં અવર્ણવાદ બોલનારને અટકાવે અને હંમેશાં તેમની સ્તુતિને પ્રગટ કરે, તેમના છિદ્રો જુવે નહિ, તેમના સુખ દુઃખમાં મિત્રની પિઠે પ્રવૃત્તિ કરે, અને તેમના વિરેાધીઓના વિદનને સર્વ પ્રકારના પ્રયત્નથી દૂર કરે. વળી ધર્મકાર્યમાં ખલિત થતાં ધર્માચાર્યો પ્રેરણા કરે તે તે સર્વ તથતિ કહી માન્ય કરે પ્રમાદથી અલિત થએલા પોતાના ધર્માચાર્યને પણ એકાંતમાં પ્રેરણા કરે. સમયને એગ્ય તેમને ભકિતથી સવ વિનયપચાર કરે. ધમંચાયના ગુણાનુરાગને અત્યંત નિષ્કપટપણે પિતાના હૃદયમાં ધારણ કરે. તે ધર્માચાર્ય દેશાંતરમાં હોય તે પણ તેમના ભાપચારને હમેશાં યાદ કરે. ઈત્યાદિક ધર્માચાર્ય સંબંધી ઉચિત આચરણ જાગવું.” નાગર શબ્દની વ્યુત્પત્તિ પૂર્વક તેનું ઉચિત આચરણ કહે છે. જે નગરમાં પોતે વસતે હેય તેજ નગરમાં સમાન વૃત્તિવાળા જે પુરૂષ વસે છે તે નગરજનેને નાગર કહે છે. આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ છે. કેવળ વ્યાપાર વૃત્તિથી જીવનાર હોય તેને સ્વ સમાન વૃત્તિવાળે કહે છે. તે નાગરિકનું ઉચિત આચરણ એ છે કે, “તેમના તરફ હમેશાં એક ચિત્તવાળા સમાન સુખ દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy