________________
એકેનેવિશ ગુણવર્ણન.
૧૫૩ પિતાના આત્માને પ્રગટ કરે અને તે જ્યારે વિનયમાગને અંગીકાર કરે, ત્યારે કપટ રહિત સ્નેહ પૂર્વક તેને બેલાવે. તેની ભાર્યા અને પુત્રાદિકને વિષે દાન તથા સન્માન કરવામાં સમાન દષ્ટિ થાય.
ભ્રાતૃ સંબંધી ઉચિત આચરણને સમાપ્તિ કરી ભાર્યા સંબંધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે બ્રાતૃ સંબંધી ઉચિત આચરણ કહી કાંઈક ભાયંસંબંધી ઉચિત આચરણ કહું છું. સ્નેહ સહિત વચનથી સન્માન કરી તેને ણીને સન્મુખ કરે. તથા તે સ્ત્રીને શુશ્રુષાદિકમાં પ્રવૃત્તિ કરાવે, વસ્ત્ર તથા આભરણું વિગેરેને ચોગ્યતા પ્રમાણે આપે. અને જ્યાં લેકની ભીડ હોય એવા નાટક જેવા વિગેરે સ્થાને માંજવાને નિષેધ કરે. રાત્રિમાં ઘરથી બહાર ફરવાને પ્રચાર અટકાવે, ખરાબ શીળવાળા અને પાખંડી લેકેના સંસર્ગથી દૂર રાખે, ઘરના કાચેમાં જોડી દે અને પિતાથી જુદી પાડે નહીં. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “રાજમાર્ગ અથવા બીજાને ઘેર ગમનાગમનાદિક કરવારૂપ રાત્રિના પ્રચારને અટકાવે પરંતુ ધમ તથા પ્રતિકમણ વિગેરેની પ્રવૃત્તિના નિમિત્તે માતા, બહેન વિગેરે સારા શીલવાળી સ્ત્રીઓના સમૂહની અંદર પ્રાપ્ત થએલી હોય તો અટકાવ કરે નહીં. તથા દાન, સ્વજનને સત્કાર અને રસેઈવિગેરેને પ્રયોગ કરવારૂપ ઘરકામાં સ્ત્રીને અવશ્ય જોડી દે. જે ગૃહકાર્યમાં સ્ત્રીને જોડવામાં ન આવે તે ઉદાસ રહે અને સ્ત્રી ઉદાસ રહે તે ઘર સંબંધી કાર્યોને બગાડ થાય છે. તથા સ્ત્રીનું અપમાન થાય તેમ બોલાવે નહીં. કેઈ કાર્યમાં ખલાયમાન થાય તે શિક્ષા કરે, કુપિત થઈ હેય તે મનાવે. અને દ્રવ્યની હાનિ કે વૃદ્ધિ થઈ હોય તે તથા ઘર સંબંધી ગુપ્ત
વ્યતિકર તેની પાસે પ્રગટ કરે નહીં.” વળી સારા કુળમાં ઉત્પન્ન થએલી, પરિણત વયવાળી, નિષ્કપટ, ધર્મમાં તત્પર રહેનારી અને સમાન ધમવાળી એવી સ્વજનની સ્ત્રીઓની સાથે પ્રીતિ કરાવે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સારા કુળની સ્ત્રીઓને હીનકુળની સ્ત્રીઓ સાથે સંસર્ગ થવે તે ખરેખર અપવાદરૂપ વૃક્ષનું મૂળ કારણ છે, તેથી ઉચિત આચરણ સેવનાર ધર્માર્થ પુરૂષે સારા કુળમાં ઉત્પન્ન થએલી, એક ગુરૂએ ઉપદેશ કરેલી શુદ્ધ સામાચારીમાં આસક્ત એવી સમાન ધમવાળી અને બંધુઓની સ્ત્રીઓની સાથે પોતાની ભાર્યાની પ્રીતિ કરાવે. વળી રેગાદિકમાં તેની ઉપેક્ષા કરે નહીં, અને તેણીના ધમકાને વિષે પિતે સારી રીતે સાહા કરવાવાળો થાય. ઈત્યાદિક પ્રાચે કરી પુરૂષનું ભાર્યા સંબંધી ઉચિત આચરણ જાણી લેવું. હવે પુત્ર સંબંધી ઉચિત આચરણ બતાવે છે. પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે, બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન-પાલન કરે. જ્યારે બુદ્વિને ગુણ પ્રગટ થાય ત્યારે પુત્રને અનુક્રમે કળાઓમાં નિપુણ બનાવે. તેમજ હમેશાં દેવ, ગુરૂ, ધર્મ, મિત્ર અને સ્વજન' વર્ગની સાથે પરિચય કરાવે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org